રાજકોટમાં વિધ્નહર્તાનું વ્હાલથી વિસર્જન:બપોર સુધીમાં 904 પ્રતિમાઓ જળમગ્ન, 1654 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, રેસ્ક્યૂ ટીમ ખડેપગે તૈનાત

રાજકોટ23 દિવસ પહેલા
વિસર્જન સ્થળે રેસ્ક્યૂ ટીમ તૈનાત

રાજકોટમાં 10 દિવસ સુધી ગણેશ પૂજન કર્યા બાદ આજે ભક્તો બાપ્પાને ભાવભેર વિદાય આપી રહ્યા છે. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્રએ પૂરતી તૈયારી રાખી છે. આજે કુલ 7 સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે. તેમજ 1654 પોલીસ બંદોબસ્તમાં રહેશે. જ્યારે વિસર્જન સ્થળે રેસ્ક્યૂ ટીમ ક્રેન, લાઇટિંગ સહિતની સુવિધા માટે ખડેપગે તૈનાત છે. જ્યાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 904 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.

કલર કોડ મુજબ વિસર્જન કરાશે
રાજકોટનમાં વિસર્જન ત્રણ કલરમાં વેચવામાં આવ્યા છે. જેમાં રેડ કલર-આજીડેમ કિશાન ગૌશાળા પાસે, ઓરેન્જ કલર -પાળગામ ઝખરાપીર દરગાહ પાસે મવડી ગામથી આગળ, ગ્રીન કલર - વગુદળ પાટિયા પછી પુલ નીચે અને જામનગર રોડ ન્યારા રોડ ન્યારા પાટિયા પાસે ખાણમાં કલર કોડ મુજબ જ દરેક ગણપતિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

904 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું
904 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું

વિસર્જન માટે કૃત્રિમ કુંડનું સર્જન
રાજકોટમાં ગણેશ વિસર્જનનો અવસર શાંતિપૂર્ણ માહોલમાં સુચારુપણે સંપન્ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધારે પડતી ભીડ એકઠી ન થાય તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર વર્ષે ગણેશ વિસર્જન સમયે નદી-તળાવોમાં ડુબવાની ઘટનાઓ પણ ઘણી સામે આવતી હોય છે. ત્યારે આ વર્ષે આવી ઘટનાઓને ટાળી શકાય તે માટે પણ આ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...