તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં 1 કેસ નોંધાયો, 4 હજારથી વધુ લોકોએ કોરોના વેક્સિન લીધી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મ્યુકોરમાયકોસીસના દર્દીઓની સારવારનું કેન્દ્ર બનતું સમરસ

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને તળિયે આવી ગઈ છે. શહેરમાં આજે બપોર સધીમાં 1 જ પોઝિટીવ કેસ નોંધાયો છે. કુલ કેસની સંખ્યા 42724 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 92 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 12 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના 1327 અને 45 વર્ષથી મોટી ઉંમરના 3041 સહિત કુલ 4368 નાગરિકોએ રસી લીધી છે.

મ્યુકોરમાયકોસીસના દર્દીઓની સારવારનું કેન્દ્ર બનતું સમરસ
રાજકોટમાં સમરસ હોસ્ટેલ કોરોના બાદ મ્યુકોર માયકોસીસના દર્દીઓની સારવારનું કેન્દ્ર બન્યું છે. આ અંગે નોડલ ઓફિસર ડો. મેહુલ પરમારે જણાવ્યું હતું કે, સમરસ ખાતે અત્યાર સુધીમાં મ્યુકોર માયકોસીસના 606 દર્દીઓ સારવાર લઈ ચુક્યા છે. જે પૈકી 265 દર્દીઓ સાજા થઈ ડિસ્ચાર્જ થયાનું અને હાલ 204 દર્દીઓ સારવાર હેઠળ છે. અને 44 ડોક્ટર્સ દર્દીઓની સાર સંભાળ લઈ રહ્યા છે. દર્દીઓને જરૂરી સારવારમાં 34 નર્સિંગ સ્ટાફ તેમજ 44 નર્સિંગ વિદ્યાર્થીઓ મદદરૂપ બની રહી છે.

જસદણ તાલુકામાં રસીનો પહેલો ડોઝ લેનારાઓની સંખ્યા 50 હજારને પાર
જસદણ તાલુકામાં થયેલા વેક્સિનેશનવીરનગરના ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. ધવલ ગોસાઇએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસોમાં 18 હજાર નાગરિકોએ રસીનો પહેલો અને બીજો ડોઝ લીધો છે. જેમાં દેવપરા, પોલારપર, હડમતીયા, દહીંસરા, કડુકા, કાળાસર, કોઠી, નાની લખાવાડ, ગઢડિયા, બાખલવડ વગેરે જેવા ગામોના રસીકરણ પ્રત્યે ઉદાસીન નાગરિકોએ પણ સરકારી રસીકરણમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલુકામાં અત્યાર સુધીમાં 45થી વધુ ઉંમરના લોકોમાં રસીકરણનું પ્રમાણ 62 ટકાનું થયું છે.

અન્ય સમાચારો પણ છે...