તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • By Barring The Media From Entering The Platform Under The Pretext Of Maintaining Distance, Only The Required Officer Can Come

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેનો ખોટો ટ્રેક:અંતર જાળવવાના બહાને પ્લેટફોર્મ પર મીડિયાને પણ પ્રવેશબંધી કરી, જરૂરી અધિકારી જ આવી શકશે

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્લેટફોર્મ પર કોણ આવી શકશે તે DRM નક્કી કરશે, જરૂરી અધિકારી જ આવી શકશે

રાજકોટ રેલવે પ્રશાસન જાણે ખોટા ટ્રેક પર જઈ રહ્યું હોય એમ સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાના બહાને મીડિયાને પણ પ્લેટફોર્મ પર પ્રવેશવા પ્રતિબંધ ફરમાવી દીધો છે. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ઉપરથી આવેલા આદેશના અનુસંધાને પ્લેટફોર્મ પર બિનજરૂરી કોઈપણ વ્યક્તિએ નહીં પ્રવેશવા જણાવ્યું છે. અધિકારીઓ જણાવી રહ્યા છે કે, પ્લેટફોર્મ પર લોકોની ભીડ થઇ રહી છે જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી. જેના પગલે રાજકોટ રેલવેએ શ્રમિકો, રેલવેના અધિકારી અને વહીવટી તંત્રના કેટલાક અધિકારી જેની પ્લેટફોર્મ પર જરૂર હશે તેને જ પ્રવેશ અપાશે. મીડિયાને પણ પ્રવેશ અપાશે નહીં.

ટ્રેનના સંચાલનમાં રોકાયેલા વ્યક્તિ જ આવી શકશે
સામાજિક અંતરના ધોરણો જાળવવા અને કોવિડ 19ના ફેલાવાને રોકવા માટે, પ્લેટફોર્મ પર પ્રવેશ ફક્ત પરવાનગી ધરાવનાર વ્યક્તિને જ અપાશે. આ વ્યવસ્થા ટ્રેનના સંચાલનમાં રોકાયેલ વ્યક્તિઓ માટે છે. -પરમેશ્વર ફૂંકવાલ, ડીઆરએમ, રાજકોટ રેલવે

પ્લેટફોર્મ પર લોકોની ભીડ ઓછી કરવા નિર્ણય
શ્રમિક સ્પેશિયલ ટ્રેન જ્યારે રવાના કરાય છે ત્યારે પ્લેટફોર્મ પર રેલવેના સ્ટાફ, અન્ય સરકારી કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ, મીડિયાના પ્રતિનિધિઓ, પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જતા હોય રેલવે બોર્ડમાંથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ભીડ ઓછી કરવા આદેશ અપાયો છે એટલા માટે આ નિર્ણય કરાયો છે. સામાજિક સંસ્થા સેવા પ્લેટફોર્મને બદલે સ્ટેશન પરિસરમાંથી કરી શકશે અને મીડિયા પણ સ્ટેશન પરિસરમાંથી કવરેજ કરી શકશે. -રવીન્દ્ર શ્રીવાસ્તવ, સિનિયર ડીસીએમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો