તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસ:લક્ઝુરિયસ વાહનની ખરીદી, મોટા ટ્રાન્ઝેક્શન કરનાર પર ITની નજર

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • રાજકોટ ઈન્કમટેક્સને 9 મહિનામાં રૂ. 2214 કરોડ ભેગા કરવાના થશે
  • કોર્પોરેટ ટેક્સમાં 630 કરોડનો ટાર્ગેટ, ગત વર્ષ કરતા 20 ટકા વધુ

નાણાકીય વર્ષ 2021-22 માટે રાજકોટ ઈન્કમટેક્સને રૂ.2214 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં વ્યક્તિગત કરદાતાઓ પાસે રૂ.1584 કરોડની વસૂલાત કરાશે અને કોર્પોરેટ ટેક્સ માટે રૂ. 603 કરોડનો ટાર્ગેટ અપાયો છે. ટેક્સની વસૂલાત માટે રાજકોટ આવકવેરા વિભાગ પાસે માત્ર હવે 9 માસનો જ સમય છે. આ સમયમાં ટેક્સની વસૂલાત કરવી પડકારજનક હોય જાહેર કરેલા ટાર્ગેટ સામે કર્મચારીઓમાં કચવાટ ફેલાયો છે.

કોરોનાની પરિસ્થિતિને કારણે ગત વર્ષે પણ આપેલો ટાર્ગેટ પૂરો નહોતો થઇ શક્યો. બીજી લહેરમાં વેપાર ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. તેથી આ ટાર્ગેટ પૂરો કેવી રીતે કરવો એ કર્મચારીઓ માટે પડકારજનક છે. જોકે ટેક્સ વસૂલાત માટે ઈન્કમટેક્સમાં એક્શન પ્લાન ઘડાઈ રહ્યો છે. જેમણે બેન્કમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન કર્યા છે, આવક પ્રમાણે ટેક્સની ભરપાઈ નથી કરી, શેરબજારમાં મોટી રકમનું મૂડીરોકાણ કર્યું છે કે લક્ઝુરિયસ વાહનોની ખરીદી કરી છે તેવા લોકોની યાદી હાલમાં બનાવાઈ રહી છે અને આવક અને ખર્ચ કેટલો છે.

આવક મુજબ ટેક્સ ભર્યો છે કે કેમ તેની સરખામણી કરવામાં આવશે. જો કોઇ શંકાસ્પદ વ્યવહારો હશે તો તેની પાસેથી ટેક્સની વસૂલાત કરાશે અને જરૂર પડ્યે સરવેની કામગીરી કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ વસૂલાત ટાર્ગેટમાં 20 ટકાનો વધારો થવા જાય છે. 2020-21ના વર્ષમાં રાજકોટ ઇન્કમટેક્સને 3090 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પરંતુ કોરોનાને કારણે વસૂલાત અશક્ય લાગતા ટાર્ગેટ રિવાઇઝ કરવામાં આવ્યો હતો અને છેલ્લી ઘડીએ 1820 કરોડનો ટાર્ગેટ અપાયો હતો.રાજકોટ ઇન્કમટેક્સે ગત નાણાકીય વર્ષમાં 151 કરોડનું ઇન્કમટેક્સ રિફંડ ચૂકવ્યું હતું. જોકે કોરોનાને કારણે છેલ્લા કેટલાક સમયથી ઈન્કમટેક્સે વસૂલાત પણ સ્થગિત કરવામાં આવી છે. ત્યારે હવે વસૂલાત માટે રાજકોટ ઈન્કમટેક્સ વિભાગે પરસેવો પાડવો પડશે.

અન્ય સમાચારો પણ છે...