તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:કામધંધા ઠપ થતા ઝેરના પારખાં કર્યાં

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહામારીને કારણે કામધંધા ઠપ થઇ જતા કેટલાક લોકો હતાશ થઇ જિંદગી ટૂંકાવી દેવા આપઘાતનો માર્ગ અપનાવી રહ્યાં છે. આવા જ બે કિસ્સામાં કામધંધા ઠપ થઇ જવાને કારણે આર્થિક સંકડામણ અનુભવતા કોન્ટ્રાક્ટર, રિક્ષાચાલકે આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડાયા છે. પ્રથમ બનાવ મહાવીર રેસિડેન્સીમાં બન્યો હતો. અહીં રહેતા સિદ્ધાર્થ બાબુભાઇ ટાંક નામના યુવાને આજે સવારે ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનની પૂછપરછ કરતા તે બાંધકામનો વ્યવસાય કરે છે,

પરંતુ હાલ કામ મળતું ન હોવાથી ચિંતામાં પગલું ભર્યું છે. બીજા બનાવમાં રૈયારોડ, શિવપરા-5માં રહેતા જાહિદ બાળવાણી નામના યુવાને ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયો હતો. રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હોય રિક્ષાનું ભાડું વધારી દેતા પરત આપી દીધી હતી. જેથી બેકાર થઇ જતા પગલું ભર્યાનું યુવાને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...