તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:લોકડાઉન બાદ ધંધો બંધ, દેણું થતા પ્રૌઢે એસિડ પીધું

રાજકોટની કોશિશ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં આપઘાતની કોશિશના ત્રણ બનાવ

શહેરમાં આપઘાતના બનાવોની સાથે આત્મહત્યાની કોશિશના બનાવો પણ રોજિંદા બની ગયા છે. ત્યારે બુધવારે શહેરની સિવિલ હોસ્પિટલમાં આપઘાતની કોશિશના ત્રણ બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં ધંધા બંધ થઇ જવાથી દેણું થઇ જતા પ્રૌઢે, પતિએ જવાબ નહિ દેતા પરિણીતાએ અને કામ મુદ્દે પિતાએ ઠપકો દેતા યુવાને આપઘાતની કોશિશ કરી છે. પ્રથમ બનાવમાં રામાપીર ચોકડી પાસે લાભદીપ સોસાયટી-2માં રહેતા દિનેશભાઇ વિરજીભાઇ ચૌહાણ નામના પ્રૌઢે એસિડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. યુનિવર્સિટી રોડ પોલીસની પૂછપરછમાં મોચીકામ કરી ગુજરાન ચલાવતા દિનેશભાઇને લોકડાઉનમાં કામધંધો બંધ થઇ ગયો હતો. ઘર ચલાવવા માટે ઉછીના પાછીના રૂપિયા લેતા દેણું થઇ ગયું હતું.

જે ભરપાઇ કરવાની ચિંતામાં પગલું ભરી લીધાનું જણાવ્યું છે. બીજા બનાવમાં મવડી, શ્રીનાથજીપાર્ક-3માં રહેતી ભારતી કાંતિ ગોહેલ નામની પરિણીતાએ ઝેરી પાઉડર ખાઇ લેતા હોસ્પિટલ ખસેડાઇ હતી. પોલીસ તપાસમાં મોબાઇલ પર પબજી રમતા પતિને બે વખત બોલાવવા છતાં ધ્યાન ન દેતા પગલું ભર્યાનું જાણવા મળ્યું છે. ત્રીજા બનાવમાં આજી ડેમ ચોકડી, માંડાડુંગર પાસે પ્રદીપ ખીમજીભાઇ પરમાર નામના યુવાને ફિનાઇલ પી લેતા હોસ્પિટલ ખસેડાયો હતો. આજી ડેમ પોલીસ તપાસમાં બે ભાઇમાં નાના પ્રદીપને તેના પિતાએ કામધંધા મુદ્દે ઠપકો દેતા પગલું ભરી લીધાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...