તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટ્રાન્સપોર્ટેશન:સૌરાષ્ટ્ર સિવાયની બસ નવા બસપોર્ટમાંથી ઉપડશે, આજથી બે બસ સ્ટેન્ડ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રના જિલ્લાની બસ શાસ્ત્રી મેદાનથી જ ઉપડશે

અષાઢી બીજના શુભ દિવસથી આજથી શહેરના એરપોર્ટ જેવા નવા બસપોર્ટનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે મંગળવારથી નવું બસપોર્ટ શરૂ થયા બાદ હવે બે બસ સ્ટેન્ડ કાર્યરત રહેશે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જવા માટેની એસ.ટી બસ શાસ્ત્રીમેદાન ખાતેના હંગામી એસ.ટી બસ સ્ટેન્ડમાંથી ઉપડશે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓની બસ નવા બસપોર્ટમાંથી ઉપડશે. નવા બસપોર્ટમાં 11 સુધીના પ્લેટફોર્મનું સ્થળાંતર કરાયું છે. પ્રથમ તબક્કા બાદ આગામી તારીખ 27મીએ બીજા તબક્કાનું સ્થળાંતર કરાશે.

પ્લેટફોર્મ નંબર 1,2 અને 3 ઉપર પ્રીમિયમ સર્વિસ, પ્લેટફોર્મ નંબર 4,5 અને 6 ઉપર અમદાવાદ, ગાંધીનગર, મોડાસા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, ડીસા, દિયોદર, પાટણ, અંબાજી, ઉદયપુર, રાજસ્થાન જવા માટે બસ મળશે. પ્લેટફોર્મ નંબર 7 અને 8 ઉપર લીંબડી, નડિયાદ, આણંદ, બરોડા, સુરત, નવસારી, વલસાડ, સાપુતારા, મહારાષ્ટ્રની બસ મળશે.

પ્લેટફોર્મ નંબર 9,10 અને 11 ઉપર ચોટીલા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, રાધનપુર, ડાકોર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ક્વાંટ, પંચમહાલની બસ મળશે. હાલ શાસ્ત્રીમેદાન ખાતેથી જૂનાગઢ, સોમનાથ, દીવ, પોરબંદર, અમરેલી, મહુવા, ભાવનગર તરફની બસ ઉપડશે તેવું વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલે જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો