તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઇમ્પેક્ટ:રેડ સિગ્નલ હોવા છતાં બસ ચલાવનાર ડ્રાઈવર સસ્પેન્ડ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિગ્નલનું પાલન કરાવવા એજન્સીને આદેશ

રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા સિગ્નલ મુકાયા છે પણ મનપાની બસ સેવા જ આ સિગ્નલને ગણકારતી નથી. શનિવારે સાંજે 5.28 કલાકે રૈયા ટેલિફોન એક્સચેન્જમાં રેડ સિગ્નલ હોવા છતાં બીઆરટીએસ બસ ચોકમાં ઘૂસી આવી હતી જેથી ગ્રીન સિગ્નલમાંથી આવતા વાહનોના જીવ તાળવે ચોંટ્યા હતા. રેડ સિગ્નલ હોવા છતાં બેદરકારીથી બસ ચલાવવા મામલે ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કરતા તંત્રએ પગલાં લીધા છે.

અહેવાલને પગલે ડેપ્યુટી મેટર ડો. દર્શિતાબેન શાહે તુરંત જ ડીએમસી તેમજ બસ સેવાના ઈજનેરને તપાસના આદેશ આપ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં મામલાની ખરાઈ થતા બસ સંચાલક એજન્સી માતેશ્વરીને દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ ડ્રાઈવરને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અધિકારી જે.ડી. કુકડિયાએ તુરંત હુકમ કર્યો છે. અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ સિટીબસ તેમજ બીઆરટીએસ રૂટ પર બસ ચલાવતા તમામ બસ સંચાલકોને સૂચના અપાઈ છે કે તેઓ પોતાના ડ્રાઈવરને સ્પષ્ટ ભાષામાં સમજાવે કે જે ટ્રાફિકના નિયમ લોકોને લાગુ પડે છે તે બસને પણ લાગુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...