ડિમોલિશન:રાજકોટના વોર્ડ નં.3માં મનપાની તવાઈ, ગાયકવાડી પાસેના વોંકળામાં અડચણરૂપ 11 રહેણાંક મકાનો અને 1 દુકાન પર બુલડોઝર ફર્યા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વોકળો પાકો કરવાના કામે અડચણરૂપ દબાણો દુર કરવામાં આવ્યા - Divya Bhaskar
વોકળો પાકો કરવાના કામે અડચણરૂપ દબાણો દુર કરવામાં આવ્યા
  • મોરીસ રેસ્ટોરન્ટ સહિતની 7 જગ્યા બહારથી પાર્કિંગના દબાણ દુર
  • 10 સ્થળોએ દબાણ દુર કરી અંદાજે 1849 ચો.ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ
  • ટીપી શાખાએ કેનાલ રોડ પર પાર્કિગ-માર્જીનના દબાણો હટાવ્યા

રાજકોટમાં મનપા 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે સેન્ટ્રલ ઝોનના કેનાલ રોડ પર ભૂતખાના ચોકથી જીલ્લા ગાર્ડન ચોક સુધી ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો વોર્ડ નં.3ના ગાયકવાડી પાસેના વોંકળામાં અડચણરૂપ 11 રહેણાંક મકાનો અને એક દુકાન પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

10 સ્થળોએ દબાણ દુર કરી 1849 ચો.ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ
આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં. 7 તથા 14 માં સમાવિષ્ટ કેનાલ રોડ પર ભૂતખાના ચોકથી જીલ્લા ગાર્ડન ચોક સુધીના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ કુલ 10 સ્થળોએ દબાણ દુર કરી અંદાજે 1849 ચો.ફૂટ પાર્કિંગ, રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે. શહેરના વોર્ડ નં.-3 માં આવેલ કિટ્ટીપરા આવાસ યોજના તથા ગાયકવાડી વિસ્તારની વચ્ચે આવેલ વોકળામાં બન્ને બાજુ રીટેઈનીંગ વોલ બનાવી વોકળો પાકો કરવાના કામે અડચણરૂપ દબાણો દુર કરવા માટે કમિશનરની સુચના અનુસાર 11 રહેણાંક દબાણો તથા 1 દુકાન દબાણ દુર કરી કુલ જમીન 1418.00 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

45 બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા
આ ઉપંરાત કેનાલ રોડના ખુણે આવેલા મોરીસ રેસ્ટોરન્ટ બહાર પાર્કિંગમાંથી લોખંડના થાંભલા, બિઝનેસ એડીફેસના પાર્કિંગના ઓટલા, કનૈયા હોટલનો ઓટલો, સૈફ ટ્રેડર્સના લોખંડના એંગલ, બાલાજી પાણીપુરી, કર્મભૂમિ કોમ્પ્લેક્ષ અને રંગોલી ઓટો બહારથી ઓટલાનું બાંધકામ તોડવામાં આવ્યું હતું.દબાણ હટાવ શાખા દ્વારા ભૂતખાના ચોકથી જીલ્લા ગાર્ડન ચોક સુધીમાં બે પરચુરણ વસ્તુ અને 45 બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હતા.