તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કોઠારિયામાં સરકારી જમીનમાં થયેલા દબાણો પર બુલડોઝર, અંતે 100 કરોડના ખરાબાની જમીન ખુલ્લી કરાઈ

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ખરાબામાં દબાણ કરી કારખાનાઓ બનાવી તેને ભાડે અપાતા હતા. - Divya Bhaskar
ખરાબામાં દબાણ કરી કારખાનાઓ બનાવી તેને ભાડે અપાતા હતા.
 • પ્રાંત અધિકારી ગોહિલની ટીમે સવાર પડતાં જ કરી કાર્યવાહી

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરીને 20થી વધુ શેડ ઊભા કરાયા હતા અને તે બધા ભાડે ચડાવી દેવાયા હતા. જે અંગે જિલ્લા કલેક્ટરે હુકમ કરતા વહીવટી સ્ટાફ બુલડોઝર લઈને સ્થળ પર પહોંચી ગયો હતો અને 20 શેડ જમીનદોસ્ત કરી નાખ્યા હતા. કોઠારિયાની સરવે નં 352માં ઊભા થયેલા દબાણો હટાવવા માટે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને તેમની ટીમ શનિવારે સવારે પહોંચી ગયા હતા અને અલગ અલગ 20 શેડ પર બુલડોઝર ફેરવીને 10,000 ચોરસ મીટર જગ્યા જેની અંદાજિત બજાર કિંમત 100 કરોડ આંકવામાં આવી છે તે ખુલ્લી કરી હતી.

આ બધા બાંધકામો પણ અન્ય કોઇએ ઊભા કરેલા હતા અને પછી કારખાનેદારોને ભાડે આપી દીધા હતા જેમાં 10 કરોડથી પણ વધુની કિંમતનું બાંધકામ ઊભું કરાયું હતું. શેડમાં કારખાનું ચલાવતા લોકોના નિવેદનો પણ લેવાયા છે અને સંભવત દબાણકર્તા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો