તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેગા ડિમોલિશન:ધોરાજીના બહારપુરા વિસ્તારમાં તંત્ર બૂલડોઝર ફરી વળ્યું, ગેરકાયદેસર દબાણો હટાવી 9 હજારવાર જગ્યા ખુલ્લી કરાઇ

ધોરાજીએક મહિનો પહેલા
આ દબાણો લાંબા સમયથી ખડકાયા હતા
  • પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી

ધોરાજીમાં આજે બહારપુરા વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ થતા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. જ્યાં ધોરાજી મામલતદારની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં 9 હજાર વારની સરકારી જમીન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું અને દબાણકર્તા પણ નાસી ગયા હતા.

આ દબાણો લાંબા સમયથી ખડકાયા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર ધોરાજીમાં ગેરકાયદે દબાણો હટાવી નગરપાલિકા દ્વારા નવ હજાર વાર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. શહેરના બહારપુરા વિસ્તાર ખ્વાજા સાહેબની દરગાહ ગ્રાઉન્ડ તથા જન્માષ્ટમીના મેળાના ગ્રાઉન્ડમાં આ દબાણો લાંબા સમયથી ખડકાયા હતા. જેની સામે નગરપાલિકા તંત્રે લાલ આંખ કરી ઓપરેશન ડિમોલિશન 100થી 125 પોલીસ કર્મચારીઓના વિશાળ કાફલા સાથે ધર્યુ હતું. જેમાં પાલિકાના ચીફ ઓફીસર તેમજ ધોરાજી PI, PSI સહિતના અધિકારીઓની ઉપસ્થિતમાં આ ડીમોલીશનમાં 9 હજાર વાર જમીન ખુલ્લી કરવામાં આવી છે.

8 દિવસ પહેલા પણ તંત્રએ લાલ આંખ કરી હતી
આજથી 8 દિવસ પહેલા રાજકોટ શહેરમાં આજ રીતે મવડી-પાળ રોડમાં સરકારી જમીન પર દબાણ થતા જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી હતી. અને રાજકોટ કલેકટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ દક્ષિણ મામલતદાર દ્વારા મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી જમીન પર 14 વાડા,વંડા અને એક ડઝન ઝૂપડા-કાચા મકાનો તોડીને રૂ.25 કરોડની 5 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.