તંત્રની લાલિયાવાડી:10 વર્ષ પહેલા 360 આવાસ બનાવ્યાં, ફાળવવાનું ભુલાઇ જતાં ખંડેર બની ગયાં

રાજકોટએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 20 કરોડના ખર્ચે બનાવાયેલા ફ્લેટ ગરીબ પરિવારોને ફાળવવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનરને અપાઈ હતી : હવે 4 કરોડના ખર્ચે રિપેર કરીને ફાળવાશે

રાજકોટ મહાનગરપાલિકાએ 2008માં પ્રેમમંદિર પાસે 4976 આવાસ બનાવ્યા હતા અને તે આવાસ બીપીએલ લાભાર્થી, આજી નદીના કાંઠે મકાન બનાવ્યું હોય અને ડિમોલિશન થયું હોય તેવા લાભાર્થીઓ તેમજ અન્ય ડિમોલિશનનો ભોગ બનેલાઓ માટે બનાવ્યા હતા તેમાંથી અંદાજે 20 કરોડના ખર્ચે બનેલા 360 આવાસ આજ સુધી પડતર રહ્યા છે.

આ પડતર આવાસ કેન્દ્ર સરકારની નવી યોજના હેઠળ ભાડે આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અરજન્ટ દરખાસ્ત મુકતા મોટી બેદરકારી સામે આવી હતી. પડતર આવાસ હવે ખંડેર બની ગયા છે અને હવે તે ભાડે આપવા દરખાસ્ત આવતા તે પરત મોકલી છે અને આજ સુધી આવાસ ફાળવ્યા ન હોવાથી કોની બેદરકારી તેની તપાસ કરી પગલાં લેવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કમિશનરને કહ્યું છે.

10 વર્ષ પહેલા સ્ટેન્ડિંગમાં આ આવાસ અન્ય લાભાર્થીઓને આપવા દરખાસ્ત થઇ હતી
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોવિડ-19ના કારણે અનેક લોકો ઘરવિહોણા બન્યા છે, મજૂરોની હાલત ખરાબ થઇ છે તેથી તેમને ખાલી આવાસ ભાડે આપવા યોજના જાહેર કરી છે તે યોજના હેઠળ મનપાના ખાલી 1058 આવાસ ભાડે આપવા અરજન્ટ દરખાસ્ત આવી હતી. પરંતુ ચેરમેન કાનગડે આ ખાલી 1058માંથી 360 આવાસ 2008માં બન્યા છે અને તે હવે ખંડેર બની ગયા હોવાથી આજ સુધી શા માટે ખાલી રહ્યા, 10 વર્ષ પહેલા સ્ટેન્ડિંગમાં આ આવાસ અન્ય લાભાર્થીઓને આપવા દરખાસ્ત થઇ હોવા છતાં આજ સુધી શા માટે કોઇને અપાયા નથી, તેની તપાસ કરી તેની સામે પગલાં લેવા કમિશનરને કહ્યું છે અને આ અરજન્ટ દરખાસ્ત પરત મોકલી છે.

એક્સપર્ટ : લાભાર્થીને હકથી દૂર રાખ્યા, છેતરપિંડી કહેવાય
સરકારે ગ્રાન્ટ આપી અને મહાનગરપાલિકાએ આવાસ યોજનાનું બાંધકામ કર્યું. બાંધકામ પૂર્ણ થયા બાદ તે આવાસની ફાળવણી કરવી ફરજિયાત છે. જો તેમ કરવામાં ન આવે તો જે લાભાર્થી છે તે લાભાર્થીને બંધારણમાં મળેલા હકનું હનન થયું કહેવાય. તેની સાથે છેતરપિંડી કહેવાય. એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે. કમિશનર સહિતના સામે સરકારમાં રિપોર્ટ થઇ શકે અને તેની સામે કાર્યવાહી પણ થાય.

300થી વધુ આવાસની માગણીની અરજી પણ આવી’તી
રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગમાં પ્રેમ મંદિર પાસે આવાસ યોજના બન્યા બાદ આજ સુધીમાં 300થી વધુ લોકોએ આવાસની માગણી કરતી અરજી પણ કરી છે. પરંતુ આવાસ યોજના વિભાગ પાસે આવાસ ફાળવણીની સત્તા નથી. જ્યા સુધી ઇજનેર બાંધકામ પૂર્ણ કરી આવાસની સોંપણી આવાસ વિભાગમાં ન કરે ત્યા સુધી આવાસની ફાળવણી થઇ શકતી નથી.

આ લોકોની બેદરકારી મોંઘી પડી
360 આવાસ શા માટે પડતર રહ્યા તે પ્રશ્ન ઊભો થયો છે અને દરખાસ્ત પરત મોકલી છે. તેથી પડતર રહ્યાનું કારણ જાણવા તપાસ થશે, શા માટે લાભાર્થીઓને આવાસ મળ્યા નથી તેની તપાસ કરશું. - ઉદિત અગ્રવાલ, કમિશનર, મનપા

કમિશનર

 • ડી.એચ. બ્રહ્મભટ્ટ
 • અજય ભાદુ
 • વિજય નહેરા
 • બંછાનીધી પાની
 • ઉદિત અગ્રવાલ

મેયર

 • સંધ્યાબેન વ્યાસ
 • જનકભાઈ કોટક
 • હર્ષાબેન બોળિયા
 • ડો.જૈમન ઉપાધ્યાય
 • બિનાબેન આચાર્ય

ડેપ્યુટી મેયર

 • અશ્વિન મોલિયા
 • દર્શિતાબેન શાહ
 • વિનુ ધવા
 • ઉદય કાનગડ
 • ભીખા વસોયા
 • જશુમતીબેન વસાણી
 • નરેન્દ્ર સોલંકી
 • લાલુભાઇ પારેખ
 • દીપાબેન ચીકાણી
 • વલ્લભ દૂધાત્રા

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

 • ડો.જૈમન ઉપાધ્યાય
 • કમલેશ મિરાણી
 • કશ્યપ શુકલ
 • નરેન્દ્ર સોલંકી
 • ડો.જૈમન ઉપાધ્યાય
 • રાજેન્દ્રસિંહ ઝાલા
 • નિતિન ભારદ્વાજ
 • પુષ્કર પટેલ
 • ઉદય કાનગડ

કોર્પોરેટર

 • પરેશ હુંબલ
 • છગન ભોરણિયા
 • નીતાબેન વઘાસિયા
 • બીનાબેન આચાર્ય
 • જ્યોત્સનાબેન ટીલાળા
 • અશ્વિન ભોરણિયા
 • મનસુખ કાલરિયા
અન્ય સમાચારો પણ છે...