તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ શહેરના છેવાડાના વિસ્તારનું વ્યાપ વધતાં મહાનગરપાલિકા દ્વારા નવા રોડ રસ્તાના કામો શરૂ કરવામાં આવ્યા છે. એઈમ્સ હોસ્પિટલની કનેક્ટીવીટી વધારવા માટે અનેક મોટા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે પૈકી મોરબી બાયપાસ રોડ થી રૂડા આરએમસી બાઉન્ડ્રી સુધી એઈમ્સ કનેકટેડ 30 મિટરના ડીપી રોડ બનાવવા માટેનો કોન્ટ્રાકટ મંજૂર કરવામાં આવ્યો છે. રૂપિયા 13.69 કરોડના ખર્ચે 30 મિટર પહોળાઈ અને 2400 મિટર લંબાઈનો 4 લેન રોડ બનાવવામાં આવશે. સ્ટેન્ડીંગ કમિટીમાં વોર્ડ નં.3માં મોરબી બાયપાસ રોડથી રૂડા આરએમસી બાઉન્ડ્રી સુધી એઈમ્સ કનેકટેડ 30 મિટર ડીપી રોડ બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં 4 કંપની પૈકી પવન કન્સ્ટ્રક્શન કંપનીના 35.10 ટકા ઓછા ભાવ આવતાં તેમનું ટેન્ડર મંજૂર કરી સ્ટેન્ડીંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
એમ્બ્યુલન્સને ટ્રાફિકનો સામનો કરવો નહીં પડે
દરખાસ્ત મુજબ, સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.3ના મોરબી બાયપાસ રોડથી રૂડા આરએમસી બાઉન્ડ્રી સુધીનો ફોરલેન રોડ બનાવવા માટે રૂપિયા 13.69 કરોડનું કામ પવન કંસ્ટ્રકશન કંપનીને આપવામાં આવ્યું છે. એઈમ્સ પહોંચવા માટે મોરબી રોડ સાઈડથી અમદાવાદ તરફથી આવતાં તમામ વાહનો તેમજ કચ્છ અને મોરબી સાઈડથી આવતા તમામ વાહનો ઉપરોકત રોડ ઉપરથી ડાયરેકટ એઈમ્સ સુધી પહોંચી શકશે. જેના કારણે ઈમરજન્સીમાં આવતાં દર્દીઓની એમ્બ્યુલન્સને ટ્રાફિકનો સામનો કરવો નહીં પડે.
વાહનોને 6 લેન અને 4 લેન રોડનો લાભ મળશે
અગાઉ એઈમ્સથી અમદાવાદ રોડને જોડતાં 6 લેન રોડ બનાવવાની જાહેરાત રૂડા દ્વારા કરવામાં આવી છે. ઉપરોકત રોડ ગોંડલ બાયપાસ થઈ અમદાવાદ નેશનલ હાઈવેને જોઈન્ટ થશે. આથી અમદાવાદ તરફથી આવતાં એઈમ્સ જતાં તમામ પ્રકારના વાહનોને 6 લેન અને 4 લેન રોડનો લાભ મળશે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.