પોલીસ ફરિયાદ:ભાઇની હત્યા કરનારે કેસ પાછો ખેંચી લેવા ધમકી દીધી, ગોકુલપરામાં રહેતા એસ્ટેટ બ્રોકરે નોંધાવી ફરિયાદ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવા થોરાળા ગોકુલપરા-5માં રહેતા દીપક આનંદભાઇ ચાવડા નામના એસ્ટેટ બ્રોકરે પાડોશમાં જ રહેતા ભીખા ઉર્ફે ભરત ચકુ ચાવડા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મંગળવારે રાતે દીપકભાઇ તેમના પરિવાર સાથે ઘરે હતા. ત્યારે પાડોશમાં રહેતો ભીખા ઉર્ફે ભરત ચાવડા ઘરે આવી દીપક કયા છેની બૂમો પાડતો હતો.

જેથી પોતે પરિવાર સાથે ઘર બહાર આવતા જ તે વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને તારા ભાઇની હત્યાનો કેસ પાછો ખેંચી લેવા કહેતો હતો. જેથી કેસ પાછો ખેંચવાની તેને ના પાડતા તે વધુ રોષે ભરાઇને ગાળો ભાંડી તને પણ જાનથી મારી નાંખીશની ધમકી આપી બૂમો પાડવા લાગ્યો હતો. રાત્રીના સમયે દેકારો થતા અન્ય પાડોશીઓ પણ બહાર દોડી આવતા ભીખો ઉર્ફે ભરત ત્યાંથી નાસી ગયો હતો.

બનાવ બાદ તુરંત પોલીસ મથક જઇ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, બે વર્ષ પહેલા મોટા ભાઇ ધર્મેશભાઇની ભીખો ઉર્ફે ભરત સહિતના શખ્સોએ હત્યા કરી હતી. જે હત્યાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. બાદમાં ભીખો ઉર્ફે ભરત જામીન પર છૂટયા બાદ હત્યા કેસ પાછો ખેંચી લેવાના મુદ્દે ઘરે આવી ધમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...