કરુણાંતિકા:ગોંડલના માંડણ કુંડલા ગામે રમતા રમતા પાણીના ખાડામાં ડૂબી જતા પરપ્રાંતીય શ્રમિક પરિવારના ભાઈ-બહેનના મોત

ગોંડલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જાણ કર્યા વગર મૃતકના માતા-પિતા વતન જવા રવાના થયા
  • તાલુકા પોલીસને જાણ થતા શબબે પીએમ અર્થે ખસેડવામાં આવ્યું

ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે છૂટક મજૂરીકામ કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારના ભાઈ-બહેનના પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત નિપજયા હતા બનાવના પગલે મૃતક બાળકોના પીએમ પણ કરવામાં આવ્યા નથી અને તાલુકા પોલીસને જાણ પણ કરવામાં આવી નથી.

ગ્રામજનોએ બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે મનુભાઈ છગનભાઈ સખીયાની વાડી પાસે રાવરી ની જમીન માં ઝૂંપડી બાંધીને રહેતા અને છુટક મજૂરીકામ કરતા બટાસિંગ રૂમાલસિંગ દાવર મૂળ રહેવાસી તાલુકો બરવાની મધ્ય પ્રદેશ વાળાની પુત્રી નિમિલા (ઉ.વ. 12) તેમજ સલીમ (ઉ.વ. 9) સાંજના સુમારે રમતા રમતા ઝુંપડીની બાજુના પાણીના ખાડામાં પડી જતા ડૂબી જવાથી મોત નિપજ્યા હતા ઘટનાના પગલે બૂમાબૂમ થઈ જતા ગ્રામજનો દોડી આવી બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા અલબત્ત બનાવવા અંગે તાલુકા પોલીસ મથકને જાણ પણ કરવામાં આવી ન હતી અને મૃતક બાળકોના પીએમ પણ કરવામાં આવ્યા ન હોય મૃતક બાળકોના વાલીઓ મૃતદેહ સાથે વતન જવા નીકળી ગયા હોય તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

શ્રમિક પરિવાર શોકમગ્ન
શિવરાજગઢ માંડણ કુંડલાના સમાજ સેવક ચંદ્રેશભાઇ પંડ્યાએ આ અંગે જણાવ્યું હતું કે. બંને મૃતક બાળકોની માતા એ દસ દિવસ પહેલાં જ નવજાત સંતાનને જન્મ આપ્યો હતો. ચાર સંતાનોના હસતા ખેલતા પરિવારમાં અચાનક બે બાળકોના મોત નિપજતા શ્રમિક પરિવાર શોકમગ્ન બન્યો હતો.

(હિમાંશુ પુરોહિત,ગોંડલ)