રાજકોટના જંગલેશ્વરમાં રાધાકૃષ્ણ ચોકમાં ગઈકાલે એક યુવાન સીડી ચડતા પડી ગયાની એન્ટ્રી સિવિલ હોસ્પિટલમાં પડી હતી. આ બનાવમાં ભક્તિનગર પોલીસે તપાસ કરતા યુવાનને તેની પ્રેમિકાના ભાઈએ જ ખૂની હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં યુવાનની હાલત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા રસ્તામાં જ યુવાને દમ તોડી દીધો હતો. આથી બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશનના PI ચાવડા સહિતના સ્ટાફે આરોપીને ગણતરીની મિનીટોમાં જ આરોપીને સકંજામાં લઈ તેની પૂછપરછ હાથ ધરી છે. મૃતકના સબંધીની ફરિયાદ પરથી ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે. બીજીતરફ આ વાતની જાણ આજે સવારે યુવતીને થતા આઘાતમાં આવી ગઈ હતી અને તેમણે પોતાની જાતે જ શરીરે બ્લેડથી છરકા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો
મિથુનને બે વર્ષથી યુવતી સાથે પ્રેમસંબંધ હતો
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, જંગલેશ્વરમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા મિથુન બિપિનભાઈ ઠાકુર(ઉં.વ.22) ગઈકાલે પોતાના ઘરે પડી જતા તેને હાથે-મોઢે અને શરીરે ગંભીર ઇજા થઇ હતી. આથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ભક્તિનગર પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ મનરૂપગિરી ગૌસ્વામીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મિથુન મજૂરી કામ કરે છે અને પોતે મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. મિથુનને બે વર્ષથી તેના વિસ્તારમાં જ રહેતી યુવતી સાથે પ્રેમસબંધ હતો.
મિથુન અને યુવતી એકબીજા સાથે વાતચીત કરતા
બન્ને એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા. ત્યારે ગઈકાલે મિથુન અને યુવતી મોબાઈલ પર વાતચીત કરતા હતા. ત્યારે તે વાતની જાણ યુવતીના ભાઈ સાકીરને થઈ જતા સાકીરે મિથુનને શેરીમાં બોલાવી બેફામ માર માર્યો હતો. ત્યારબાદ ઘવાયેલા મિથુનને તેના પરિવારે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ તેની હાલત ગંભીર હોય તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તેનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. આ અંગે હાલ ભક્તિનગર પોલીસે ગણતરીની મિનીટમાં આરોપીને સકંજામાં લઈ વધુ તપાસ હગાથ ધરી છે.
યુવતીએ પોતાના હાથે-શરીરે બ્લેડથી છરકા કર્યા
ગઈકાલે જંગલશ્વરમાં મિથુન ઉપર વિસ્તારમાં જ રહેતી પ્રેમિકા યુવતીનો ભાઈ સાકીરે હુમલો કર્યો હતો. આ મામલે મીથુન સીડીએથી પડી ગયાની સિવિલ હોસ્પિટલમાં એન્ટ્રી પડી હતી. આ મામલે ભક્તિનગર પોલીસે તપાસ કરતા હકિકત બહાર આવી હતી. તેમાં મિથુન અને યુવતી વચ્ચેના પ્રેમસંબંધની જાણ થઈ જતા સુમૈયાના ભાઇ સાકીરે બેફામ માર માર્યો હતો. આ વાતની જાણ આજે સવારે યુવતીને થતા આઘાતમાં આવી ગઈ હતી અને તેમણે પોતાની જાતે જ શરીરે બ્લેડથી છરકા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.