ભાસ્કર ઈમ્પેક્ટ:હાપલિયા બંધુએ બગીચામાં કરેલો કબજો દૂર કરી દેવાયો

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેપ્યુટી મેયર ડો. શાહ અધિકારીઓ સાથે સવારે જ પહોંચી જગ્યા ખાલી કરાવી દીધી

રાજકોટ મહાનગરપાલિકામાં ગાર્ડન શાખામાંથી ડિરેક્ટર પદેથી તાજેતરમાં જ નિવૃત્ત થનાર ડો.હાપલિયાએ પોતાના ભાઈને જ રેસકોર્સમાં કોન્ટ્રાક્ટ અપાવી મહિલા ગાર્ડન પર કબજો કરાવ્યો હોવાનો ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કરતા વહેલી સવારે જ જગ્યા ખાલી કરાવાઈ છે.

મોહન હાપલિયા કે જે કોન્ટ્રાક્ટર હોવાથી તેમજ ડો. હાપલિયાના ભાઈ હોવાથી મહિલા ગાર્ડનમાં 750 વારથી વધુની જગ્યામાં પોતાના વાહનો રાખતા હતા તેમજ તેના મજૂરોને પણ ત્યાં ઝૂંપડાં બનાવી દીધા હતા જેથી તેને ભાડું ભરવું ન પડે. આ ઉપરાંત મનપાના જ કનેક્શનમાંથી મફતની વીજળી અને પાણી વપરાતા હતા.

આ સાથે તેણે ખાનગી નર્સરી પણ બનાવી લીધી હતી. હાપલિયા બંધુએ મહિલા ગાર્ડનને રેઢું પટ માની લીધું હતું. આ અહેવાલ પ્રસિદ્ધ થતા જ વહેલી સવારે ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહે એસ્ટેટ શાખા તેમજ ગાર્ડન શાખાના અધિકારીઓને ફોન કર્યા હતા અને સવારે જ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને હાજરીમાં જ ઝૂંપડાં સહિતના દબાણો દૂર કરાવી દીધા હતા અને કોન્ટ્રાક્ટર્સને પણ કામ સિવાય મહિલા ગાર્ડનમાં પ્રવેશવા ન દેવા કડક સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...