તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી દુર્ઘટના ટળી:રાજકોટ સિવિલ હોસ્પિ.ના કોવિડ વોર્ડમાં આગ ભભૂકી, સિકયુરીટીની ટીમે ફાયર સેફ્ટીના સાધનોની મદદથી બૂઝાવી, દાખલ 27 દર્દીના જીવ બચ્યાં

રાજકોટ4 મહિનો પહેલા
વોર્ડ ન.11માં આગ લાગી હતી.
  • વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
  • દર્દીઓને હેમખેમ બહાર કાઢી બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા

રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ નં.11માં વાયરિંગમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. જોકે સિક્યુરિટી ટીમની સમયસૂચકતાને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં રહેલા ફાયરક સેફ્ટીના સાધનો વડે સિક્યુરિટીની ટીમે આગ બૂઝાવી હતી. થોડીવાર તો દર્દીઓ અને સગાઓના જીવ તાળવે ચોટી ગયા હતા. આ વોર્ડમાં કોવિડના 27 દર્દી દાખલ હતા. જોકે આ તમામને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આગથી સ્ટાફ અને દર્દીઓમાં દેકારો મચી ગયો
પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં આવેલા કોવિડ સેન્ટરમાં પાંચેય માળ દર્દીઓથી હાઉસફુલ હોય હોસ્પિટલના બીજા વિભાગોના વોર્ડને પણ કોવિડ વોર્ડમાં તબદીલ કરવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં. 11 કે જે માનસિક વિભાગના વોર્ડની સામે આવેલો છે. તેમાં સવારે એકાએક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડતાં અહિ દાખલ કોરોનાના 27 જેટલા દર્દીઓમાં અને ફરજ પરના સ્ટાફમાં દેકારો મચી ગયો હતો. પરંતુ સિક્યુરિટી ટીમે ફાયર સેફ્ટીના સાધનોથી આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી. ગભરાયેલા દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

વાયરિંગ શોર્ટસર્કિટથી આગ લાગી હતી.
વાયરિંગ શોર્ટસર્કિટથી આગ લાગી હતી.

અગાઉ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 6 દર્દી ભડથુ થઇ ગયા હતા
અગાઉ શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા કોરોનાના 6 દર્દીઓ ભડથુ થઇ ગયા હતા. જેમાં જવાબદાર પાંચ ડોક્ટરની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી. બાદમાં આ તમામનો જામીન પર છૂટકારો થયો હતો. આગની તપાસ માટે સીટની પણ રચના પણ કરવામાં આવી હતી. પરંતુ આગ ક્યાં કારણોસર લાગી હતી તે હજી સુધી જાણી શકાયું નથી.

આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી.
આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી.