તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જાગૃત નાગરિક:લાંચ માગનારનું અરજદારે વીડિયો રેકોર્ડિંગ કરી ACBને આપ્યું: ઈન્કમટેક્સ અધિકારીની અટકાયત

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટના આઈટી ઈન્સ્પેક્ટરે રિટર્નમાં વાંધા કાઢી 20 હજાર માગી રૂ.15 હજારની લાંચ લીધી હતી
  • લાંચિયા અધિકારીની તમામ કરતૂત મોબાઈલમાં રેકોર્ડ કરી લેતા થયો ભાંડાફોડ

કરદાતાઓના ઇન્કમટેક્સ રિટર્નમાં અલગ અલગ ક્વેરી કાઢી ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા ચોક્કસ ઇરાદાથી કરદાતાઓને પરેશાન કરવામાં આવે છે અને કેટલાક લાંચિયા અધિકારીઓ પોતાના અાર્થિક લાભ માટે પ્રેશર ટેક્નિકનો ઉપયોગ કરતા હોય છે, રાજકોટના ઇન્કમટેક્સના એક અધિકારીએ ભ્રષ્ટાચાર આચરવા માટે એક વેપારીને દબાવ્યા હતા, પરંતુ વેપારીએ જાગૃતતા દાખવી અધિકારીના તમામ સંવાદો અને સમગ્ર ઘટનાનું વીડિયો શૂટિંગ ઉતારી તે એસીબીને હવાલે કર્યું હતું, એસીબીની ટીમે તમામ પુરાવાઓ એકઠા કરી ઇન્કમટેક્સના અધિકારી સામે રૂ.15 હજારની લાંચ લેવાના ગુનામાં  સકંજામાં લીધો હતો.

હેરાન થઈ જશો તેમ કહી 20 હજાર માગ્યાં
શહેરના એક વેપારીએ તેનું ઇન્કમટેક્સ રિટર્ન ગિરનાર પાસે આવેલી કચેરીમાં જમા કરાવ્યું હતું, એ કચેરીમાં ઇન્કમટેક્સ અધિકારી તરીકે ફરજ બજાવતાં મૌલેશ પ્રવીણચંદ્ર મહેતાએ વેપારીના રિટર્નમાં ક્વેરી કાઢી નોટિસ ફટકારી હતી અને 8 માર્ચે કચેરીમાં હાજર થવા કહ્યું હતું, ઇન્કમટેક્સ અધિકારી મહેતાની દાનત પહેલેથી જ પામી ગયેલા વેપારી તમામ તૈયારીઓ સાથે કચેરીએ ગયા હતા તેમણે પોતાના મોબાઇલમાં શૂટિંગ ચાલુ રાખ્યું હતું, અધિકારી મૌલેશ મહેતાએ અલગ અલગ ક્વેરી કાઢી વધુ નોટિસ ફટકારવામાં આવશે તેમજ તમારા હિસાબોમાં ગોટાળા છે, હેરાન થઇ જશો તેમ કહી રૂ.20 હજાર લાંચની માંગ કરી હતી.

વેપારીએ મોબાઇલમાં સમગ્ર ઘટનાનું શૂટિંગ કર્યું હતું
વેપારીએ અધિકારી મહેતા સાથે લાંચની રકમ બાબતે રકઝક કરતાં ક્લાસ ટુ અધિકારી મૌલેશ મહેતાએ રૂ.15 હજારની લાંચમાં સોદો નક્કી કર્યો હતો અને લાંચની રકમ તા.12 માર્ચે આપવાનું નક્કી થયું હતું. 
12મી માર્ચે વેપારી ફરીથી અધિકારી મૌલેશ મહેતા પાસે જતા જ મહેતાએ લાંચના રૂ.15 હજાર ટેબલ પર રાખી દેવાનું કહેતા વેપારીએ રૂ.15 હજાર ત્યાં રાખી દીધા હતા અને તે ઘટનાનું પણ મોબાઇલમાં શૂટિંગ થઇ ગયું હતું. લાંચની સમગ્ર ઘટના કેમેરામાં ઉતારી વેપારી એસીબી કચેરીએ પહોંચ્યા હતા, એસીબી રાજકોટના મદદનીશ નિયામક એ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વીડિયો તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો અને વીડિયો ઓરિજિનલ હોવાનું સ્પષ્ટ થતાં તા.21 જૂનના એસીબીના પીઆઇ એમ.એમ.સરવૈયાએ ફરિયાદી બની ઇન્કમટેક્સના અધિકારી મૌલેશ મહેતા સામે ગુનો નોંધાવ્યો હતો. લાંચનો ગુનો નોંધાતા જ પીઆઇ આર.આર.સોલંકીએ મૌલેશ મહેતાને સકંજામાં લઇ વિશેષ તપાસ શરૂ કરી હતી, કોરોના ટેસ્ટ બાદ આરોપીની વિધિવત ધરપકડ થશે.

ત્રણ મહિનાની પ્રક્રિયા બાદ ગુનો નોંધાયો
વેપારીએ લાંચિયા અધિકારીની તમામ હરકતો 8 માર્ચે મોબાઇલમાં શૂટિંગ કરી લીધી હતી, વેપારીએ પૂરો વીડિયો એસીબીને હવાલે કર્યો હતો. એસીબીની ટીમે રેકોર્ડિંગનું વોઇસ સ્પેક્ટ્રોગ્રાફ કરાવ્યું જેમાં અેફએસએલે અભિપ્રાય આપ્યો હતો કે વીડિયોમાં કોઇપણ ચેડાં કરાયા નથી, ત્યારબાદ એસીબીના નિયમાનુસાર ભ્રષ્ટ અધિકારી મૌલેશ મહેતાના અવાજનો સેમ્પલ લેવાયો હતો અને તે સેમ્પલ પણ વીડિયો સાથે મળતો આવતા મૌલેશ મહેતા સામે જૂન મહિનામાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો