• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Breeding Center For White Tigers To Be Started In Rajkot, The Decision Has Been Taken By The Corporation To Increase The Population Of White Tigers: Mayor

જાહેરાત:રાજકોટમાં સફેદ વાઘ માટે બ્રિડિંગ સેન્ટર શરૂ થશે, સફેદ વાઘની વસ્તી વધે તે માટે કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવાયો છે : મેયર

રાજકોટ16 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસવીર
  • હાલ પ્રદ્યુમન પાર્ક ખાતે એક નર અને ત્રણ માદા સફેદ વાઘ છે
  • પ્રદ્યુમન પાર્ક સફેદ વાઘ માટે આવનારા દિવસોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના નિતિ-નિયમ અને માર્ગદર્શન હેઠળ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેથી હવે મનપા સંચાલિત પ્રદ્યુમન પાર્ક એન્ડ ઝૂ ખાતે સફેદ વાઘ માટે શરૂ બ્રિડિંગ સેન્ટર થશે. આ અંગેની સતાવાર જાહેરાત મેયર ડો.પ્રદીપ ડવે કરી છે. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, સફેદ વાઘની વસ્તી વધે તે માટે કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવાયો છે.

મેયર ડો.પ્રદિપ ડવ
મેયર ડો.પ્રદિપ ડવ

સફેદ વાઘ માટે આવનારા દિવસોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ પ્રદ્યુમન પાર્ક ખાતે એક નર અને ત્રણ માદા સફેદ વાઘ છે. રાજકોટ ઝૂ સાવજોના બ્રિડિંગ સેન્ટર તરીકે માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં પણ દેશભરમાં નામ કાઢી ચૂક્યું છે. અહીંથી દેશભરના વિવિધ પ્રદેશમાં એક્સચેન્જ હેઠળ મોકલવામાં આવે છે. તેથી હવે સફેદ વાઘ માટે બ્રિડિંગ સેન્ટરની શરૂઆત થતા સફેદ વાઘની સંખ્યામાં વધારો થશે. અને પ્રદ્યુમન પાર્ક સફેદ વાઘ માટે આવનારા દિવસોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

54 પ્રજાતિઓનાં કુલ 456 વન્યપ્રાણી-પક્ષીઓ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ પ્રદ્યુમન પાર્ક ખાતે જુદી જુદી 54 પ્રજાતિઓનાં કુલ 456 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાદ્ય, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયન રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતિઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતિઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનિક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરી વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર
અન્ય સમાચારો પણ છે...