રાજકોટ સત્તાનો સંગ્રામ LIVE:ચૂંટણી પૂર્વે જેતપુર-જામકંડોરણા કોંગ્રેસમાં ભંગાણ, યુથ કોંગ્રેસના પ્રમુખનું રાજીનામું, 60 હજાર મત પ્રભાવિત થશે

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
નીતિન મકવાણા - Divya Bhaskar
નીતિન મકવાણા

ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થઈ ચુકી છે ત્યારે મતદાન પહેલા જ રાજકોટના જેતપુર-જામકંડોરણા વિધાનસભામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે અને યુથ કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપતા રાજકીય ખળભળાટ શરૂ થયો છે.

રાજકીય ગરમા-ગરમી શરૂ થઇ
રાજકોટ: જીલ્લાની 74 જેતપુર-જામકંડોરણા વિધાનસભાના યુથ પ્રમુખ અને કોંગ્રેસના યુવા આગેવાન અને સક્રિય કાર્યકરતા તેમજ ખાંટ રાજપુત સમાજના યુવા અગ્રણી નીતિન મકવાણાએ પોતાના પદેથી રાજીનામું આપતા રાજકીય ખળભળાટ શરૂ થયો છે જેમાં ચુંટણી જાહેર થયા બાદ મતદાન પહેલા જ રાજકોટની જેતપુર વિધાનસભામાં કોંગ્રેસના યુથ પ્રમુખે રાજીનામું આપતા રાજકીય ગરમા-ગરમી શરૂ થઇ છે.

પરેશ ધાનાણી સાથે નીતિન મકવાણા
પરેશ ધાનાણી સાથે નીતિન મકવાણા

અંગત કારણોસર રાજીનામું આપ્યું: નીતિન મકવાણા
વર્ષ 2017 માં રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને આજે તેઓ 74 જેતપુર-જામકંડોરણા વિધાનસભાના યુથ પ્રમુખ હતા.રાજીનામું આપનાર નીતિન મકવાણા ખાંટ રાજપુત સમાજમાંથી આવે છે અને તેઓએ પોતાની રાજકીય કારકિર્દીમાં અનેક કર્યો કર્યા છે ત્યારે વર્ષ 2021 માં તેઓ 74 જેતપુર-જામકંડોરણા વિધાનસભાના યુથ પ્રમુખ માટે પસંદ થયા હતા અને હાલ તેઓએ પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.

અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું
અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું

લેઉવા પટેલ સમાજના એક લાખ મતદારો
રાજકોટ જીલ્લાની 74 જેતપુર-જામકંડોરણાની આ વિધાનસભા પર પ્રાપ્ત વિગતો અનુસાર સૌથી વધુ એટલે કે લેઉવા પટેલ સમાજના અંદાજીત એક લાખ ઉપરાંત મતદારો હોવાની વિગતો સામે આવી છે ઉપરાંત અહિયાં આ વિધાનસભા પર સૌથી વધુ બીજા નંબરનું મતદાન ખાંટ રાજપુત સમાજનું હોવાની વિગતો સામે આવી છે જેમાં આ બેઠક પર હાલ ખાંટ રાજપુત સમાજનું અંદાજીત સાઠ હજાર ઉપરાંતનું મતદાર હોવાની માહિતી સામે આવી છે ત્યારે આ સાથે કોળી સમાજના 25 હજાર ઉપરાંત મતદારો, મુસ્લિમ 20 હજાર ઉપરાંત મતદારો, દલિત સમાજના 20 હજાર ઉપરાંત અન્ય 50 હજાર જેટલા મતદારો હોવાની વિગતો વિગતો સામે આવી છે.

નીતિન મકવાણા રાજપુત સમાજમાંથી આવે છે
નીતિન મકવાણા રાજપુત સમાજમાંથી આવે છે

ચૂંટણીમાં ભારે રસાકસી થશે​​​​
આ સાથે આ 74 જેતપુર-જામકંડોરણા વિધાનસભાના બેઠક પર બીજા નંબરનું સૌથી વધુ મતદાન છે એવી ખાંટ રાજપુત જ્ઞાતિનો પણ આ વખતે કોઈ અપક્ષ ઉમેદવાર ચુંટણી માટે ઉભો રેવાની પણ સુત્રો પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે ત્યારે હાલ આ બીજા નંબરના સૌથી વધુ મતદાન ધરાવતા સમાજનો એક અપક્ષનો ઉમેદવાર ઉભો રહેવાથી અહિયાં 74 જેતપુર-જામકંડોરણા વિધાનસભાનામાં ભારે રસાકસી થવાની બાબતો પણ સામે આવી રહી છે ત્યારે હાલ 74 જેતપુર-જામકંડોરણા વિધાનસભાના ખાંટ રાજપુત સમાજના અપક્ષ ઉમેદવાર માટે રાજકોટ ખાંટ રાજપુત સમાજના પ્રમુખ રાજુ સરવૈયા ચુંટણી લડશે તેવી સુત્રો પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...