મહાનગરપાલિકાને ભાદર ડેમથી લાઈન મારફત પાણી મળે છે અને તે લાઈનમાં ભંગાણ થતા રિપેરિંગ માટે હવે બે દિવસ 6 વોર્ડ તરસ્યા રહેશે. મનપાના જણાવ્યા અનુસાર ભંગાણમાં રિપેરિંગ કામમાં બે દિવસ જેટલો સમય થતો હોવાથી પાણીકાપની ફરજ પડી છે. ભાદર ડેમની લાઈન ઘણા વર્ષો જૂની છે અને તે જ કારણે હવે લાઈન લીકેજની સંખ્યા વધી રહી છે.
ખાસ કરીને જ્યારે લાઈનમાં ભંગાણ થાય ત્યારે પુરવઠો બંધ કરાય તો મનપા પાસે હાલ તે વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે કોઇ મજબૂત સિસ્ટમ અને તેટલો જથ્થો નથી. હાલ જે રિપેરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેને કારણે તા.16મીએ ગુરુકુળ હેડવર્કસ અને વાવડી હેડવર્કસમાં આવતા વોર્ડ નં. 11, 12, 13 અને તા. 17મીએ ઢેબર રોડ તરફના વોર્ડ નં. 7, 14, 17ના વિસ્તારોમાં પાણી પહોંચશે નહીં.
શહેરના આ વિસ્તારોમાં રહેશે પાણીકાપ
વોર્ડ નં. 13ના વિસ્તારો | નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવંતીનગર, જે.કે. પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેદવાડી, જૂની પપૈયાવાડી, નવી પપૈયાવાડી, ટપુભવાન પ્લોટ
વોર્ડ નં. 11 અને 12 | અંબિકાટાઉનશિપ, વાવડી ગામ, વિશ્વકર્મા સોસાયટી, મહમદી બાગ, શક્તિનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસાયટી, ગોવિંદરત્ન-2, જે. કે. સાગર, વૃંદાવન વાટિકા, આકાર હાઈટ્સ, પુનિત પાર્ક,
વોર્ડ નં. 7 અને 14 | ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગનગર, વાણિયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરિયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી, મિલપરા, મયૂર પાર્ક, પૂજારા પ્લોટ, આનંદનગર, મધુરમ પાર્ક, ગુલાબનગર, અમૃતપાર્ક
વોર્ડ નં. 17 | નારાયણનગર ભાગ-1,2, નારાયણનગર મફતિયું, ઢેબર કોલોની ભાગ 1થી 3, હસનવાડી 1-2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઈન્દિરાનગર 1-2, મેઘાણીનગર, ન્યૂ મેઘાણીનગર, આશીર્વાદ, ગુરુજન સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચાવાળો ભાગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.