તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ મનપાની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 18માં આવેલા સ્વાતિ પાર્ક વિસ્તારમાં લોકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. પ્રાથમિક સુવિધાના અભાવે પરેશાન લોકોએ જ્યાં સુધી સુવિધા નહીં ત્યાં સુધી રાજકીય લોકોએ મત માંગવા ન આવવા જણાવ્યું હતું. તેમજ લોકો એકત્રિત થઇને રાજકીય પક્ષોએ મત માગવા આવવું નહિના સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ શુદ્ધ પાણી, સફાઇ, ટીપરવાન રેગ્યુલર કરવાની માંગ કરી છે.
જ્યાં સુધી કામ નહીં ત્યાં સુધી મત નહીં- સ્થાનિક મહિલા
પોતાની સમસ્યા અંગે સ્થાનિક સરોજબેન ટિંબડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષથી અમે લોકો પ્રાથમિક સુવિધા જેવી કે પીવાનું શુદ્ધ પાણી, સફાઇ, રોડ-રસ્તા અને ટીપરવાન રેગ્યુલર કરવાની માંગણીઓ નેતાઓ સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ. પરંતુ સુવિધા પુરી ન થતા આજે અમે વિરોધ દર્શાવી મતદાનનો બહિષ્કાર કરવા નિર્ણય કર્યો છે અને જ્યાં સુધી કામ નહીં ત્યાં સુધી મત નહીંનો નિર્ણય કર્યો છે.
ગત ટર્મમાં આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયા હતા
સ્વાતિ પાર્ક વિસ્તાર એ વોર્ડ નંબર 18માં આવેલા કોઠારીયા વિસ્તારનો એક ભાગ છે. 5 વર્ષ પૂર્વે થયેલી મનપાની ચૂંટણી સમયે આ વિસ્તારનો મનપાની હદમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા ભળેલા આ વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. માટે અનેક વખત વિરોધ નોંધાવી મનપા કચેરી ખાતે પોતાની રજુઆત કરી ચુક્યા છે. પરંતુ કોઇ સમસ્યાનો ઉકેલ ન આવતા આજે જનતાએ મતદાન બહિષ્કારનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં આ વિસ્તારમાંથી કોંગ્રેસના 4 ઉમેદવારો ચૂંટાઇને આવ્યા હતા. ત્યારે આગામી ચૂંટણીમાં જનતા ફરી તેઓને તક આપશે કે કેમ તે તો 23 તારીખનું પરિણામ બતાવશે.
કોંગ્રેસના ઉમેદવારે ભાજપ પર પોલીસની સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ લગાવ્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આક્ષેપ લગાવવામાં કોંગ્રેસ અને ભાજપ એકબીજાને છોડતા નથી. આજે રાજકોટના વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવારે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સમક્ષ રાજકોટ ભાજપ પોલીસની સત્તાનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ કરતું આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું છે અને વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન પોલીસ કોંગ્રેસના કાર્યકર્તાઓને ધમકાવતી રહે છે તથા કોંગ્રેસ વિરુદ્ધ ખોટી અરજીઓ કરવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.