રોષ:મૂલ્યાંકન કેન્દ્ર નજીકમાં નહિ ફાળવાય તો કામનો બહિષ્કાર

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે ઉચ્ચારી ચીમકી

એસ.એસ.સી. મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર જે ફાળવવામાં આવ્યા છે તે કેન્દ્ર ઉપલેટા તાલુકાના શિક્ષકોને બહુ દૂર પડે છે. આથી તેની મુશ્કેલીમાં વધારો થયો છે. જો આ કેન્દ્ર નજીક ફાળવવામાં નહિ આવે તો મધ્યસ્થ મૂલ્યાંકનનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે કરી છે.

આ અંગે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘે પરીક્ષા નિયામક અને સચિવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તેઓને ઉપલેટા તાલુકાના શિક્ષકોની રજૂઆત મળી છે. દર વર્ષે એસ.એસ.સી. મધ્યસ્થ મૂલ્યાંકન માટે ખૂબ દૂર જવું પડતું હોય છે અને તેઓને આ બાબતે અગવડતા પડે છે.

તો આવા દૂર ફાળવેલ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર માટે પુનર્વિચારણા જરૂરી છે. તેઓને ઉપલેટા તાલુકામાં કે નજીકમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો કે પેટા કેન્દ્રો ફાળવવા અંગે કરેલી રજૂઆત ગ્રાહ્ય નહિ રાખવામાં આવે તો કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...