તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજકોટ:ચીનનાં વિરોધમાં કોટેચા ચોકમાં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરો સ્વદેશી વસ્તુઓ અપનાવોના બેનરો લાગ્યા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયકોટ ચાઈનીઝ પ્રોડક્ટના બેનરો લગાવી વિરોધ

ચીને ભારત દેશ પર કરેલા હુમલા બાદ રાજકોટના વેપારીઓએ ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ કર્યો છે. ત્યારે ચીનના વિરોધમાં શહેરનાં અલગ અલગ વિસ્તારમાં ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાનાં બેનરો લગાવવામાં આવ્યાં છે અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અપીલ કરવામાં આવી છે. 

ચીનના વિરોધમાં વેપારીઓએ દુકાનની બહાર બેનરો લગાવ્યાં
શહેરના કોટેચા ચોક વિસ્તારમાં બાયકોટ ચાઈનીઝ પ્રોડક્ટના બેનરો લગાવવામાં આવ્યાં છે. ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરો અને સ્વદેશી વસ્તુઓ અપનાવોના મોટા-મોટા બેનરો લગાવવામાં આવ્યાં છે. થોડા દિવસ પહેલા રાજકોટના ઈલેક્ટ્રિક વેપારીના એસો.ની એક બેઠક મળી હતી.જેમાં નક્કી કર્યું હતું કે, હવે તેઓ ચાઈનીઝ કંપનીનો માલ મંગાવશે પણ નહીં અને વેચશે પણ નહીં. આ રીતે ભારત પર  થયેલા હુમલાનો બદલો લેશે. આ અંગેના બેનરો પણ વેપારીઓએ પોતાની દુકાન બહાર મારી દીધા છે. ભારત પર થયેલા હુમલા બાદ રાષ્ટ્રીય કક્ષાએ ચાઈનીઝ વસ્તુઓને બહિષ્કાર કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટનાં બિલ્ડરો ચાઈનીઝ વસ્તુઓ નહિં ખરીદે
ચીનના વિરોધમાં ગુજરતના બિલ્ડરોએ પણ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કર્યો છે. જેથી રાજકોટના બિલ્ડરો ચાઈનીઝ વસ્તુઓ નહિં ખરીદે. રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ નિવેદન આપતા કહ્યું છે કે ક્રેડાઈની બોડીએ 46 શહેરોમાં ચાલતા એસોસિએશને ચાઈનિઝ પ્રોડક્ટનો બહિષ્કાર કર્યો છે અને ચાઈનાની પ્રોડક્ટ ઈમ્પોર્ટ નહિં કરવામાં આવે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો