કરૂણાંતિકા:લોધિકાના પાળ ગામમાં નદીમાં ન્હાવા પડેલા 15 વર્ષના સગીરનું ડૂબી જતા મોત, મિત્રોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સગીરના મૃતદેહને પીએમમાં ખસેડ્યો. - Divya Bhaskar
સગીરના મૃતદેહને પીએમમાં ખસેડ્યો.
  • લોધિકાના પાળ ગામમાં નદીમાં ન્હાવા પડેલા 15 વર્ષના સગીરનું ડૂબી જતા મોત, મિત્રોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો

લોધિકા તાલુકાના પાળ ગામમાં મિત્રો સાથે ન્હાવા પડેલા રાજકોટના 15 વર્ષના સગીરનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. મિત્રોએ સગીરને બચાવવા પ્રયત્નો કર્યા હતા પરંતુ સફળ થયા નહોતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી સગીરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે સગીરના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પાળ ગામમાં આવેલી નદીમાં ન્હાવા પડ્યા હતા
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે આવેલા આવાસ યોજના ક્વાર્ટર બ્લોક નં. 17ના ક્વાર્ટર નં. 727માં રહેતો ક્રિષ્ના કિશોરભાઈ પરસોંડા (ઉં.વ.15) મિત્રો સાથે લોધિકાના પાળ ગામ પાસે આવેલી નદીમાં ન્હાવા માટે ગયો હતો. ક્રિષ્ના તથા મિત્રો નદીમાં ન્હાવા પડ્યા હતા ત્યારે ક્રિષ્ના ડૂબવા લાગતા તેને બચાવવા માટે તેના મિત્રોએ પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેને બચાવી શક્યા ન હતા.

મૃતક ચાર ભાઈ અને એક બહેનમાં નાનો હતો
બાદમાં તેના એક મિત્રએ નદીમાંથી બહાર નીકળી પોતાના મોબાઈલમાંથી ફોન કરી તેના ભાઈને જાણ કરતા તેનો મોટો ભાઈ તાકીદે સ્થળ પર પહોંચી ગયો હતો અને કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી સગીરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં પોલીસને જાણ કરતા લોધિકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક ક્રિષ્ના અભ્યાસ કરતો હતો. તે ચાર ભાઈ અને એક બહેનમાં નાનો હતો. તેના પિતા મજૂરી કામ કરે છે.