કાર્યવાહી:પ્રેમપ્રકરણના વિવાદમાં હરિવંદના કોલેજના બંને પ્રોફેસરને છૂટા કરાયા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડતા સંચાલકોની આકરી કાર્યવાહી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અને સિન્ડિકેટ સભ્યની કોલેજમાં બે પ્રોફેસર વચ્ચે ચાલી રહેલા ઇલુ-ઇલુ પ્રકરણે સૌરાષ્ટ્રના શિક્ષણજગતમાં ચર્ચા જગાવી હતી અને વિવાદ થયો હતો. આ અંગે ‘દિવ્ય ભાસ્કરે’ અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ હરિવંદના કોલેજના સંચાલકે બંને પ્રોફેસરને તાત્કાલિક અસરથી છૂટા કરી દીધા છે.

આ અંગે મહેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, દિવ્ય ભાસ્કરના માધ્યમથી અમને આ બાબતની જાણ થઇ હતી અને હજુ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અને તેમના માનસ ઉપર ખરાબ અસર ન પડે, વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની સમસ્યા વિના શાંતિપૂર્વક અભ્યાસ કરી શકે તે માટે અમે બંને પ્રોફેસરને તાત્કાલિક અસરથી છૂટા કરી દીધા છે.આ કોલેજના બે પ્રોફેસર વચ્ચેના પ્રેમપ્રકરણથી ત્રસ્ત થઇ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કુલપતિને પણ પત્ર લખી ફરિયાદ કરી હતી.

વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, બંને પ્રોફેસર વચ્ચેના પ્રેમપ્રકરણને કારણે અમારા અભ્યાસ ઉપર માઠી અસર પડી રહી છે, અમને નિયમિત ભણાવવા આવતા નથી, મેડમ લેબમાં બેસવા દેતા નથી અને ધમકી આપતા હોય છે. અમને જે ભણાવે છે તેને પ્રોફેસર કહેતા પણ અમને શરમ આવે છે. પ્રોફેસરના પ્રેમપ્રકરણને કારણે આ કોલેજના બે વિદ્યાર્થીઓ એડમિશન રદ કરાવીને અન્ય કોલેજમાં જતા રહ્યાં હતાં, પરંતુ કોલેજના સંચાલકોએ બંને પ્રોફેસરને છૂટા કરી દીધા છે. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓનો અભ્યાસ અમારી પ્રાથમિકતા છે, વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને શાંતિપૂર્વક શૈક્ષણિક કાર્ય થઇ શકે તેથી બંને પ્રોફેસરને છૂટા કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...