તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાગદડીના મહંતનો આપઘાત:મહંતને ફસાવવામાં બંને યુવતી સામેલ, છતાં પોલીસે જવા દીધી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાગદડી આશ્રમના મંહત જયરામદાસની ફાઇલ તસવીર. - Divya Bhaskar
કાગદડી આશ્રમના મંહત જયરામદાસની ફાઇલ તસવીર.
  • મહંતને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પોલીસને મળતા નથી, આગોતરા માટે અરજી શરૂ

રાજકોટ નજીકના કાગદડી આશ્રમના મંહતે ઝેરી દવા પી કરેલા આપઘાત પ્રકરણને દિવસો વીતી જવા છતાં પોલીસ હજુ સુધી એકપણ આરોપીને પકડી નહીં શકતા પોલીસ તપાસ સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે. બીજીબાજુ મહંતનો બે યુવતી સાથે વીડિયો ઉતારી તેને દોઢ વર્ષથી બ્લેકમેઇલ કરાતા હોવાથી મહંતે અંતિમ પગલું ભરવું પડ્યું હતું, બંને યુવતીઓ કાવતરામાં સામેલ હોવા છતાં પોલીસે બંનેને નિવેદન નોંધી જવા દઇ આશ્ચર્ય સર્જ્યું હતું.

કાગદડીના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસે ગત તા.1ના આશ્રમમાં ઝેરી ટીકડાં પી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ મામલામાં આશ્રમના ટ્રસ્ટી રામજી લીંબાસિયાની ફરિયાદ પરથી જે તે સમયે અલ્પેશ પ્રતાપ સોલંકી, હિતેષ લખમણ જાદવ અને વિક્રમ સોહલા સામે ગુનો નોંધ્યો હતો, આરોપીઓએ કાવતરું રચી મહંતને આપઘાત માટે મજબૂર કરવામાં એડવોકેટ રક્ષિત કલોલા અને દેવ હોસ્પિટલના ડો.નિલેશ નિમાવતનો પણ આરોપી તરીકે ઉમેરો કર્યો હતો. મહંતે આપઘાત કર્યા બાદ ગુનો નોંધાયો ત્યાં સુધી તો પોલસીની ભૂમિકા શંકાસ્પદ રહી જ હતી પરંતુ ત્યારબાદ આરોપીઓને બચાવવા પોલીસ મથામણ કરી રહ્યાનું ચિત્ર ઉપસ્યું હતું.

મહંતે સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, અલ્પેશ અને હિતેષે બે યુવતી સાથે મહંતનો વીડિયો ઉતાર્યો હતો અને આવા છ વીડિયો આરોપીઓ પાસે છે, એ વીડિયો જાહેર કરી બદનામ કરવાની ધમકી આપી આરોપીઓ પૈસા પડાવતા રહ્યા હતા, કાવતરામાં બંને યુવતીઓ સામેલ હોવા છતાં પોલીસે યુવતીઓને આરોપી બનાવી નથી તે બાબત પણ લોક ચર્ચાનો વિષય બની છે, પોલીસે બંને યુવતીના નિવેદન નોંધી બંનેને જવા દીધી હતી.

બીજીબાજુ આરોપીઓને પકડવા પોલીસની ચાર ટીમ બનાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી એકપણ આરોપી પોલીસને હાથ આવ્યો નથી, બીજી બાજુ ફરાર આરોપી ડો.નિલેશ નિમાવતે આગોતરા જામીન અરજી કરી હતી, જેની આગામી તા.19ના સુનાવણી થશે.

અન્ય સમાચારો પણ છે...