તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભાડાના નામે બોલાવી કાર હંકારી જનાર, ગીરવે રાખનાર બંને ઝડપાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના રંગોલી પાર્ક ક્વાર્ટર્સમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં બિહારીભાઇ ભોગીભાઇ બગથરિયા (ઉ.વ.34)ને ગત તા.18 જૂનના મનદીપ હસમુખ વેકરિયા નામના શખ્સે ફોન કરી સોમનાથનું ભાડું છે તેમ કહી બિહારીભાઇને બહુમાળી ભવન ચોક પાસે કાર લઇને બોલાવ્યા હતા. બિહારીભાઇને પાન ફાકી ખાવાનું કહી થોડે દૂર લઇ ગયો હતો અને પાન ખાધા બાદ કાર નજીક પહોંચતા જ મનદીપે દોટ મૂકી કાર હંકારીને નાસી ગયો હતો.

નજર સામે જ કારની ચોરી થયાની તા.3ના બિહારીભાઇએ ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસ હરકતમાં આવી હતી, અને મોરબી રોડ પરના સિલ્વરપાર્કમાં અગાઉ રહેતો અને હાલમાં સુરત સ્થાયી થયેલા મનદીપ હસમુખ વેકરિયા (ઉ.વ.30)ને ઝડપી લીધો હતો, ચોરાઉ કાર સાયલાના ગરાંભડી ગામના વિજય લધુ ખવડ (ઉ.વ.28)ને ગીરવે મુક્યાનું ખૂલતા પોલીસે વિજયને પણ ઝડપી લઇ કાર જપ્ત કરી હતી. મનદીપ વેકરિયા અગાઉ ચોરી અને જુગાર સહિત 10 ગુનામાં તેમજ વિજય ખવડ હત્યા સહિત પાંચ ગુનામાં ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. આ બંને આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...