કાર્યવાહી:ઇજનેરને આપઘાતની ફરજ પાડનાર બંને આરોપી જેલમાં

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મહાનગરપાલિકાના ઇજનેર પરેશભાઇ ચંદ્રકાંતભાઇ જોષીએ નવ દિવસ પૂર્વે ન્યારી ડેમમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, ઇજનેર જોષીને તેના ઉપરી અધિકારી અને નવાગામમાં સીસીરોડનું કામ કરતી મધુરમ કન્સ્ટ્રક્શન એજન્સીના એન્જિનિયર સહિતનાઓનો ત્રાસ હોવાની વાત પ્રકાશમાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. અને પરેશભાઇએ આપઘાત કર્યો તે પહેલા મધુરમ કન્સ્ટ્રક્શનના એન્જિનિયર હાર્દિક કાંતિ ચંદારાણા દ્વારા ફોન કરવામાં આવ્યો હતો, જો કે પોલીસે આ મામલામાં મૃતક પરેશભાઇના પત્ની મીલીબેન જોષીની ફરિયાદ પરથી હાર્દિક ચંદારાણા અને કોન્ટ્રાક્ટ એજન્સીના સુપરવાઇઝર મયૂર જગદીશ ઘોડાસરા સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

શુક્રવારે બંનેના રિમાન્ડ પૂરા થતાં બંનેને જેલહવાલે કરવામાં આવ્યા હતા. ઇજનેરને પરેશાન કરવામાં અન્ય કોઇની સંડોવણી હતી કે કેમ તે સહિતની માહિતી અંગે પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...