તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:રાજકોટમાં બૂટલેગરની હત્યાનો ભેદ ખુલ્યો,સામાન્ય બોલાચાલી બાદ મિત્રએ કરી મિત્રની હત્યા, પછી રચ્યું કાવતરું, 3ની ધરપકડ

રાજકોટ2 મહિનો પહેલા
હત્યા કરી લાશ બોક્સમાં પેક કરી હતી
 • ગોંડલ રોડ ચોકડી નજીકના રિદ્ધિ-સિદ્ધિ નાલા પાસેથી લાશ પેક કરેલું બોક્સ મળ્યું
 • છરીના સાતથી વધુ ઘા ઝીંકી બોથડ પદાર્થ મારી લાશનો નિકાલ કરી નાખ્યો

રાજકોટમાં ગોંડલ રોડ ચોકડી પાસેના રિદ્ધિ-સિદ્ધિ નાલા પાસેથી લોહીના ડાઘવાળું પિન મારી પેક કરેલું એક મોટું બોક્સ મળી આવ્યું હતું. જેમાં છરીના ઘા ઝીંકાયેલી બુટેલગર સંજય સોલંકીની લાશ મળી હતી. આ હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. જેમાં સંજય સોલંકી અને તેના મિત્રો વચ્ચે બોલાચાલી થતા હત્યા કરવામાં આવી. પેહેલા એવી અટકળો લગાવામાં આવતી હતી કે આ હત્યા સ્ત્રી પાત્રને લઈ થઈ હોય પણ પોલીસ દ્વારા આ ભેદ ઉકેલાય ગયો છે. મિત્ર સાથે બોલાચાલી થતા મિત્રએ સંજયના માથામાં બોથડ પદાર્થ ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો. અને પછી લાશને સગેવગે કરવા અન્ય બે મિત્રોની મદદ પણ લીધી હતી.જેથી ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે.

બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દેવામાં આવ્યો હતો
ગત રાત્રે પોલીસે તપાસ કરતાં મૃતક ગોકુલધામ વિસ્તારનો બૂટલેગર સંજય રાજુ સોલંકી (ઉં.વ.37) હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનામાં સંજય સોલંકીને સાતથી વધુ છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. બૂટલેગરને ક્રૂરતાથી ઠંડા કલેજે રહેંસી નાખી લાશને ગિફ્ટ બોક્સમાં પેક કરવામાં આવે એ રીતે પેક કરવામાં આવી હતી. હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ હાલ મુખ્ય આરોપી વિશાલ બોરીસાગર અને તેના અન્ય બે સાગરીતોની ધરપકડ થતા હત્યાનું કારણ સ્પષ્ટ થયું છે.

સંજય સોલંકીની પુત્ર સાથેની ફાઈલ તસવીર.
સંજય સોલંકીની પુત્ર સાથેની ફાઈલ તસવીર.

પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર સંજય બુધવારે સાંજે તેના મિત્ર રાજગોર બ્રાહ્મણ યુવાન વિશાલ બોરીસાગરના કારખાને ગયો હતો. ત્યારે બંને વચ્ચે બોલાચાલી થતાં સંજયએ વિશાલને મારકુટ કરી લીધી હતી. એ પછી બંને જુદા પડી ગયા હતાં. બીજા દિવસે ગુરૂવારે સાંજે ફરી સંજય મિત્ર વિશાલના કારખાને ગયો હતો અને દેકારો મચાવ્યો હતો. વિશાલે તેને અંદર આવીને વાત કરવાનું કહ્યા બાદ તેની હત્યા કરી હતી અને લાશને એક દિવસ રાખી મુકયા બાદ ગઇકાલે શુક્રવારે સાંજે સંજયએ બીજા એકાદ બે કારીગર કે મિત્રની મદદ લઇ લાશને પુંઠાના બોકસમાં પેક કરી હતી અને પોતાના એકસેસમાં આગળના ભાગે આ બોકસ મુકીને લાશને ગોંડલ રોડ ચોકડી પાસેના રિદ્ધિ-સિદ્ધિ નાલા પાસે ફેંકી આવ્યો હતો. હાલ આજીડેમ પોલીસે આ અંગે કાર્યવાહી
હાથ ધરી છે.

હત્યા કરી લાશ બોક્સમાં પેક કરી હતી
હત્યા કરી લાશ બોક્સમાં પેક કરી હતી

ઘાતકી હત્યાનો ઘટનાક્રમ

 • બૂટલેગર સંજય અને કારખાનેદાર વિશાલ મિત્રો હતા અને અવાર-નવાર મહેફિલ કરતા હતા.
 • તા.25ના બંને દારૂના નશામાં બફાટ કરવા લાગતાં સંજયે મિત્ર વિશાલને ગાળો ભાંડી હતી
 • તા.27ના બપોરે 12 વાગ્યે પાનની દુકાને ફરીથી એ મુદ્દે માથાકૂટ થઇ અને વિશાલ પોતાના કારખાને જતો રહ્યો
 • તા.27 સાંજે 5 વાગ્યે સંજય કારખાને પહોંચ્યો હતો અને ફરીથી ગાળો ભાંડવા લાગ્યો
 • ઉશ્કેરાયેલા વિશાલે મિત્ર સંજયને હથોડી અને લોખંડના રોડ ફટકારી પતાવી દીધો
 • તા.27ની રાત્રે 9 વાગ્યે મિત્ર વિવેકને બોલાવી લોહીના ખાબોચિયાં સાફ કરી લાશને કોથળામાં પેક કરી દીધી
 • તા.28ના સવારે 10 વાગ્યે મિત્ર અમિતને લાશનો નિકાલ કરવા વિશાલે બોલાવ્યો પરંતુ તે ન ગયો
 • સાંજે 4 વાગ્યે ધમકી દેતા અમિત કારખાને ગયો અને લાશને બોક્સમાં પેક કરી
 • રાત્રે 9 વાગ્યે વિશાલ સ્કૂટર પર લાશ ભરેલું બોક્સ લઇને નીકળ્યો અને બોક્સ નાળા પાસે પડી ગયું
 • રાત્રે 2 વાગ્યે વિશાલની સંડોવણી સ્પષ્ટ થતાં પોલીસે તેને ઉઠાવ્યો અને બાકીના બે આરોપી પણ હાથ આવી ગયા