તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:બૂટલેગરને છરી, તલવારના 12 ઘા ઝીંકી રહેંસી નાખ્યો, આરોપી ફરાર

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની, બે ભાણેજની નજર સામે જ બનેવીને પતાવી દીધો’તો

ખોખડદળ નદીના પુલ પાસે રહેતા બૂટલેગર સલીમ દાઉદભાઇ અજમેરીએ નવ વર્ષ પહેલા મીરા દેવીપૂજક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન કર્યા હોવાને કારણે સલીમને તેના સાસરિયા સાથે આવવા જવાના કોઇ સંબંધ નહોતા, મંગળવારે મીરાની ભત્રીજીની સગાઇ હોય મીરા તેના પતિ સલીમને જાણ કર્યા વગર ભત્રીજીને સગાઇ પ્રસંગે આશીર્વાદ આપવા ગઇ હતી. પત્ની જાણ કર્યા વગર પિયર ગયાની જાણ થતાં સલીમે તેને મારકૂટ કરી હતી અને માફી માગી જવા ફોન કર્યો હતો. સલીમના સાસુ સહિતનાઓ માફી માગવા પહોંચ્યા ત્યારે સલીમે તેની સાથે ઝઘડો કરી પુરુષને મોકલવાનું કહ્યું હતું.

મીરાના ભાઇઓ સાજન પ્રભાત સોલંકી, તેનો ભાઇ વિજય, તેમજ સંજય ઉમેશ, કેવલ ભરત, અશ્વિન સુરેશ, લાંબા વાળવાળો શખ્સ અને સંજયનો ભાઇ છરી, તલવાર અને કુહાડી સાથે બનેવી સલીમના ઘરે ધસી ગયા હતા. સલીમે છરી વડે સાળા સાજન પર હુમલો કરતાં જ સાતેય શખ્સ સલીમ પર તૂટી પડ્યા હતા અને તીક્ષ્ણ હથિયારના 12 ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. થોરાળા પોલીસે સાત આરોપી સામે ગુનો નોંધ્યો હતો. હત્યા બાદ તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તમામની શોધખોળ ચાલુ છે. એક આરોપીને હોસ્પિટલમાંથી રજા મળ્યે અટકાયત કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો