તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મગફળીના ભૂસા નીચે સંતાડેલી દારૂની બોટલ પકડાઇ, ધુમ્મસનો લાભ લઇ બૂટલેગર ફરાર

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગોંડલ રોડ નુરાનીપરામાં પોલીસનો વહેલી સવારે દરોડો, 732 બોટલ જપ્ત કરી

આગામી ચૂંટણીને ધ્યાને રાખી પોલીસે શરૂ કરેલા પેટ્રોલિંગ દરમિયાન શહેરની ભાગોળેથી મગફળીના ભૂસા નીચે સંતાડેલો 2.83 લાખની કિંમતનો વિદેશી દારૂ ભરેલી બોલેરો પકડાઇ છે. જોકે, પોલીસને જોઇ ચાલક વહેલી સવારે ધુમ્મસનો લાભ લઇ નાસી છૂટવામાં સફળ રહ્યો છે.

ગોંડલ રોડ, નુરાનીપરામાં વિદેશી દારૂ ભરેલું વાહન ઊભું હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઇ એચ.બી.ધાંધલ્યા સહિતના કાફલાએ મંગળવારે વહેલી સવારે દરોડો પાડ્યો હતો. સવારના સમયે ધુમ્મસ હોવાને કારણે પોલીસ કાફલાને જોઇ ચાલક તકનો લાભ લઇ નાસી ગયો હતો. બાદમાં પોલીસે જૂનાગઢ પાસિંગની બોલેરોમાં તપાસ કરતા પાછળના ભાગે મગફળીના ભૂસા ભરેલા બાચકા જોવા મળ્યા હતા. વિદેશી દારૂની માહિતી ચોક્કસ હોય ભૂસાના બાચકા ખસેડતા નીચેથી વિદેશી દારૂની બોટલો ભરેલા બોક્સ મળી આવ્યા હતા. બોક્સમાં તપાસ કરતા વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 673 બોટલ મળી આવી હતી.

પોલીસે 2.83 લાખનો દારૂ તેમજ સાડા ત્રણ લાખની બોલેરો મળી કુલ રૂ.6.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. નાસી ગયેલા ચાલકને પકડવા તેમજ વિદેશી દારૂનો જથ્થો કોને મગાવ્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે આવેલા કૈલાસધારા પાર્ક સોસાયટી-1માં રહેતા મયંક ભરતભાઇ જોષી નામના શખ્સના ઘરે વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતીના આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ડ્રાઇવિંગ કામ કરતા મયંક જોષીને તેના ઘરેથી સેલ ઇન હરિયાણા અને દિલ્હી લખેલી વિદેશી દારૂની કુલ 24 બોટલ સાથે પકડી પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો