તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શબ જુઠ્ઠું બોલતા નથી:રાજકોટમાં બે દિવસમાં મનપાના ચોપડે 20નાં મોત, સ્મશાનોમાં કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે 49 મૃતદેહની અંતિમવિધિ, લાંબું વેઇટિંગ

રાજકોટ8 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
અંતિમસંસ્કાર માટે શહેરના રામનાથપરા સ્મશાનમાં વેઇટિંગ.
  • 2 એપ્રિલના રોજ 80 ફૂટ સ્મશાનગૃહમાં જ 10 મૃતદેહોના અંતિમસંસ્કાર કરાયા હતા
  • રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી રોજ દર બે કલાકે એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થાય છે

રાજકોટ શહેરમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. દિવસે ને દિવસે કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ, શહેરમાં કોરોનાથી મોતની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે, પરંતુ કોરોના મોતના આંકડામાં સરકારી ચોપડે નોંધાયેલા અને શહેરનાં વિવિધ સ્મશાનમાં નોંધાયેલા મોતના આંકડામાં વિસંગતતા જોવા મળી રહી છે. આ અંગે દિવ્યભાસ્કર શહેરના રામનાથપરા સ્મશાનમાં રિયાલિટી ચેક માટે પહોંચ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે શહેરમાં બે દિવસમાં મનપાના ચોપડે 20નાં મોત બતાવવામાં આવ્યાં છે, જ્યારે સ્મશાનોમાં કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે, 49 લોકોની અંતિમવિધિ કરવામાં આવી છે. રાજકોટનાં સ્મશાનમાં કોરોના મૃતકના અંતિમસંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે.

31 માર્ચે સરકારી આંકડા અને સ્મશાનોમાં જોવા મળેલી વિસંગતતા
સરકારી આંકડો- 9નાં મોત
રામનાથપરા સ્મશાન- 13 મૃતદેહ
મોટામૌવા સ્મશાન- 3 મૃતદેહ
મવડી સ્મશાન- 2 મૃતદેહ
80 ફૂટ સ્મશાન- 7 મૃતદેહ

1 એપ્રિલે સરકારી આંકડા અને સ્મશાનોમાં જોવા મળેલી વિસંગતતા
સરકારી આંકડો- 11નાં મોત
રામનાથપરા સ્મશાન- 8 મૃતદેહ
મોટામૌવા સ્મશાન- 6 મૃતદેહ
મવડી સ્મશાન- 4 મૃતદેહ
80 ફૂટ સ્મશાન- 6 મૃતદેહ

તંત્રના દાવાઓ વચ્ચે રાજકોટમાં સ્થિતિ નાજુક
તંત્રના દાવાઓ વચ્ચે રાજકોટમાં સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાજકોટમાં માત્ર સ્મશાનોમાં કોરોના મૃતકના અંતિમવિધિના જ આંકડા બહાર આવ્યા છે. ત્યારે હજુ કબ્રસ્તાનના આંકડા પણ સામે આવ્યા નથી. 2 એપ્રિલના રોજ 80 ફૂટ સ્મશાનગૃહમાં જ 10 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યારે સરકારી આંકડા પ્રમાણે, 12નાં મોત નીપજ્યાં હતાં. અન્ય સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા એ આંકડા હજુ બહાર આવ્યા નથી. સ્મશાનોમાં કોવિડના મૃતદેહોની અલગ નોંધ થાય છે અને કોવિડની ગાઇડલાઇન્સ પ્રમાણે, અંતિમસંસ્કાર કરવામાં આવે છે.

દર્દીનાં સગાંને વેઇટિંગમાં બેસવું પડે છે.
દર્દીનાં સગાંને વેઇટિંગમાં બેસવું પડે છે.

રાજકોટ સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર માટે વેઇટિંગ
રાજકોટમાં કોરોનાથી મોતનો આંકડો છેલ્લા 4 દિવસથી વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 4 દિવસથી રોજ દર બે કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું છે, ત્યારે સ્મશાનગૃહોમાં કોરોના મૃતકના અંતિમસંસ્કાર માટે વેઇટિંગ જોવામાં આવી રહ્યું છે. કોરોનાની દહેશત ફરી મંડરાઇ છે.

હાલ 12થી 13 બોડી આવે છે-રામનાથપરા સ્મશાનના સંચાલક (જમણી બાજુ).
હાલ 12થી 13 બોડી આવે છે-રામનાથપરા સ્મશાનના સંચાલક (જમણી બાજુ).

પહેલાં 4થી 5 બોડી આવતી, હવે 12થી 13 આવે છે- સ્મશાનના સંચાલક
રામનાથપરા સ્મશાનના સંચાલક શ્યામભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પહેલાં રોજની ચારથી પાંચ બોડી આવતી હતી, હવે 12થી 13 બોડી આવે છે. તેને કોરોના ગાઇડલાઇન્સ મુજબ, અગ્નિસંસ્કાર આપીએ છીએ. વહેલી સવારે અને મોડી રાત્રે હોસ્પિટલમાંથી ફોન કરીને બે-બે બોડીને લાવવાનું કહીએ છીએ. જેથી અહીં વેઇટિંગ ન રહે, કોરોના વધતો જાય છે, લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. અમે પણ આ કામ દરમિયાન ઘણી સાવચેતી રાખીએ છીએ.

રામનાથપરા સ્મશાનમાં માર્ચ મહિનામાં થયેલા અંતિમસંસ્કારના આંકાડા.
રામનાથપરા સ્મશાનમાં માર્ચ મહિનામાં થયેલા અંતિમસંસ્કારના આંકાડા.

રામનાથપરા સ્મશાનમાં માર્ચ મહિનામાં 86ના અંતિમસંસ્કાર કરાયા
રામનાથ પરા સ્મશાનમાં છેલ્લા 3 મહિનામાં 187 દર્દીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. વાસ્તવિક આંકમાં અને સ્મશાનના આંકડામાં જમીન-આસમાનનો તફાવત છે.
જાન્યુઆરી મહિનામાં 70 મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં 31 મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. માર્ચમાં 86 મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ એક જ સ્મશાનગૃહના આંકડા છે, બાકીનાં સ્મશાનગૃહના આંકડા સાથે મોતની સંખ્યા આસમાને પહોંચી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો