તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની હેરાફેરી:દારૂ ભરેલી બોલેરો ગોંડલ પહોંચે તે પહેલા પકડાઇ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાઇલટિંગ કરતા ગોંડલના શખ્સની સાથે અન્ય બેની ધરપકડ કરાઇ

પોલીસના કોઇ ખોફ વગર બૂટલેગરો બેરોકટોક વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. ત્યારે કુવાડવા હાઇવે પર નવાગામ પાસેથી પાઇલટિંગ સાથે વિદેશી દારૂ ભરેલો બોલેરો નીકળવાની હોવાની કુવાડવા રોડ પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે નવાગામ પાસે વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન એક એક્ટિવા પસાર થતા તેને અટકાવ્યું હતું અને તેની પાછળ આસુરેન્દ્રનગર પાસિંગના બોલેરોને અટકાવી હતી. એક્ટિવા ચાલકની પૂછપરછ કરતા તે ગોંડલના વોરા કોટડા રોડ પર રહેતો શેહઝાદ ઉર્ફે સેજલો રજાક મોતિયાણી હોવાનું, જ્યારે બોલેરોમાં રહેલા બે શખ્સની પૂછપરછ કરતા એક રાજકોટ મોરબી રોડ જકાતનાકા પાસે રહેતો અજિત મુળજી કુનતિયા તેમજ બીજો કોટડાસાંગાણીનો અફઝલ રફિક શાહમદાર હોવાનું જણાવ્યું હતું.

બાદમાં બોલેરોની તલાશી લેતા પાછળના ભાગેથી રૂ.4.99 લાખના કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 1056 બોટલ મળી આવી હતી. શેહઝાદે જણાવ્યું કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલી બોલેરો પોલીસની નજરથી બચવા માટે તે એક્ટિવા પર પાઇલટિંગ કરી શરાબનો જથ્થો ગોંડલ તરફ લઇ જતો હોવાની કેફિયત આપી છે. વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી, કોની પાસેથી લઇ આવ્યો તે સહિતની વિગતો બહાર લાવવા પોલીસે ત્રિપુટીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો