સહકારી જગતમાં ચાલતા જૂથવાદ, સંચાલન, ભરતી સહિતના અનેક મુદ્દાઓ લઈને સહકારી નેતાઓ હવે ગાંધીનગરમાં સોમવારે મળવા જશે, તો બીજી તરફ રાજકોટ લોધિકા સંઘના ડિરેક્ટર પદે દોઢ વર્ષ બાદ વિજયભાઈ સખિયાને દૂર કરીને તેના સ્થાને મહેશભાઈ આસોદરિયાની નિમણૂક કરી હોવાનું બહાર આવ્યું છે.જોકે આ અંગે વિજયભાઈ સખિયાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા દોઢ વર્ષથી ડિરેક્ટર પદે રહ્યા છે, પરંતુ હજુ સુધી તેને દૂર કરાયા હોય તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. જોકે ગત સપ્તાહે જ બેઠક મળી હતી ત્યારે ડિરેક્ટર પદે રહેવું નથી તેવું મેં સામેથી કહ્યું હતું.
અત્યારે સહકારી જગતમાં ભાજપના જ બે જૂથ- આમને સામને છે. જેમાં એક જૂથમાં દિન-પ્રતિદિન સંખ્યા વધતી જાય છે. જે સંચાલન, ભરતી સહિતના મુદ્દે ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખને મળવા જશે. સહકારી ક્ષેત્રમાં અત્યારે જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. યાર્ડમાં નો રિપીટ થિયરી અપનાવાઈ છે, પરંતુ જે સંચાલન સોંપવામાં આવ્યું છે તે કચવાતા મને સૌ કોઈએ સ્વીકારી લીધું છે. પરંતુ હવે વિજયભાઈ સખિયાને રાજકોટ લોધિકા સંઘના ડિરેક્ટર પદેથી દૂર કરવામાં આવતા હવે આ મુદ્દે કચવાટ વધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.