પ્રચંડ બ્લાસ્ટથી વિસ્તાર ધણધણી ઊઠ્યો:રાજકોટના મેટોડામાં ફેક્ટરીમાં ધડાકાભેર બોઇલર ફાટ્યું, શેડનાં પતરાં તૂટીને જમીન પર પડ્યાં, 1 શ્રમિકનું મોત, 4ને ઇજા

રાજકોટએક મહિનો પહેલા

રાજકોટની મેટોડા GIDCમાં પર્વ મેટલ નામની ફેક્ટરીમાં આજે સવારે ધડાકાભેર બોઇલર ફાટતા ભૂંકપ જેવો અનુભવ આસપાસના લોકોમાં થયો હતો. પ્રચંડ બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા પાંચ શ્રમિકને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. આથી તમામને 108 મારફત રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં અરવિંદ જયરામભાઈ ચૌહાણ (ઉં.વ.30) નામનો શ્રમિક ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આથી તેના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. જ્યારે 4 શ્રમિક સારવાર હેઠળ છે.

ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.

બોઇલર ફાટતા આગ લાગી હતી
બોઇલર ફાટતા ફેક્ટરીમાં આગ પણ લાગી હતી. આથી ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઈટરો દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી હતી. બોઇલરના પ્રચંડ બ્લાસ્ટથી ફેક્ટરીના આખેઆખા શેડનાં પતરાં તૂટી ગયાં હતાં અને મોટાભાગનાં પતરાં જમીન પર પડ્યાં હતાં. તેમજ કેટલાંક પતરાં ઊડીને આસપાસના વિસ્તારોમાં પણ પડ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ ઘટના બાદ ભાજપના નેતા મનોજ રાઠોડ દોડી ગયા છે, તેઓએ વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે દોડતું કર્યું છે. તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા છે.

બોઇલર ફાટતા આગ લાગી હતી અને દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.
બોઇલર ફાટતા આગ લાગી હતી અને દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.
શેડ ધરાશાયી થતાં મોટું નુકસાન.
શેડ ધરાશાયી થતાં મોટું નુકસાન.

બોઇલર ફાટ્યાના પ્રચંડ અવાજથી વિસ્તાર ધણધણી ઊઠ્યો
ફેક્ટરીમાં ધડાકાભેર બોઇલર ફાટતા પ્રચંડ અવાજ આવ્યો હતો. તેમજ આ વિસ્તારમાં જમીન પણ ધણધણી ઊઠી હોય તેવો અનુભવ લોકોમાં થયો હતો. આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. અવાજ સાંભળતા જ લોકો પોતાનાં ઘર અને ફેક્ટરીની બહાર દોડી આવ્યા હતા. ફેક્ટરીમાં પણ મોટાપાયે નુકસાન થયાનું જાણવા મળ્યું છે.

હોસ્પિટલમાં સારવાર હેઠળ શ્રમિક.
હોસ્પિટલમાં સારવાર હેઠળ શ્રમિક.
ઘટનાની જાણ થતા ફાયર ફાઇટર દોડી આવ્યું હતું.
ઘટનાની જાણ થતા ફાયર ફાઇટર દોડી આવ્યું હતું.
ક્રેનથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ.
ક્રેનથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ.
ગંભીર રીતે ઘાયલ શ્રમિકને હોસ્પિટલ ખસેડાયો.
ગંભીર રીતે ઘાયલ શ્રમિકને હોસ્પિટલ ખસેડાયો.
5 જેટલી 108 ઘટનાસ્થળે દોડી આવી.
5 જેટલી 108 ઘટનાસ્થળે દોડી આવી.
પર્વ મેટલ નામની ફેક્ટરીમાં બનાવ બન્યો.
પર્વ મેટલ નામની ફેક્ટરીમાં બનાવ બન્યો.
અન્ય સમાચારો પણ છે...