ક્રાઇમ:વીરપુરના ઉમરાળીમાં બોગસ મતદાન કરવા જતાં ઝડપાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિટર્નિંગ ઓફિસરે તપાસ કરી અને ભાંડો ફૂટ્યો

રાજકોટ જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી શાંતિપૂર્વક યોજાઇ હતી, પરંતુ વીરપુરના ઉમરાળી ગામે બોગસ મતદાન કરવા મતદાન કેન્દ્ર પર ગયેલો શખ્સ મતદાન કરે તે પહેલાં જ રિટર્નિ઼ગ ઓફિસરની જાગૃતતાથી તેને બોગસ મતદાન કરતા અટકાવાયો હતો અને તેની સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

જૂનાગઢમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતાં ભૂપતરાય નાગજીભાઇ બલદાણિયાએ વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં વીરપુરના ઉમરાળી ગામના મૌલિક નટવરલાલ વિરડિયાનું નામ આપ્યું હતું. ભૂપતરાય બલદાણિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગ્રામપંચાયતની ચૂંટણીમાં પોતે ઉમરાળી ગામે રિટર્નિંગ ઓફિસર તરીકે ફરજ પર હતા ત્યારે એક વ્યક્તિ મતદાન કેન્દ્રમાં આવ્યો હતો, તે વ્યક્તિએ મતદાર અનુક્રમ નંબર 287માં પોતાનું નામ મતદાર તરીકે હોવાનું કહી મત આપવા માટેની જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી,

મતદાર યાદીમાં 287 ક્રમાંક તરીકે યશ નારણભાઇ સાવલિયા નામના મતદારનું નામ નોંધાયેલું હતું, મત આપવા આવનાર વ્યક્તિ યશ સાવલિયા નહીં હોવાની શંકા ઉઠતાં રિટર્નિંગ ઓફિસર બલદાણિયાએ આધારકાર્ડ માગતાં તેનું નામ મૌલિક વિરડિયા હોવાનું ખુલ્યું હતું. ઉમરાળીનો મૌલિક વિરડિયા યશ સાવલિયાના નામે બોગસ મત આપવા આવ્યાનું સ્પષ્ટ થતાં આ અંગે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...