તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મોરબીમાં બોગસ પેઢી ખોલી રૂ.39.89 કરોડનો વેપાર કર્યો, અમદાવાદમાં કાચી ચિઠ્ઠીના આધારે જ વ્યવહાર થતો હતો

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ટેક્સચોરીમાં પકડાયેલા આરોપી - Divya Bhaskar
ટેક્સચોરીમાં પકડાયેલા આરોપી
 • મોરબીથી 1305 વાહનોમાં આખા દેશમાં માલ મોકલાયો હતો: મોરબીના 4 સહિત 5ની ધરપકડ
 • 22.49 કરોડની ટેક્સચોરી પકડાઈ

એસ.જી.એસ.ટી.ની ટીમે મોરબી અને અમદાવાદમાં બોગસ બિલિંગ કૌભાંડ પકડી પાડ્યું છે. બન્ને સ્થળોએથી મળીને રૂ. 22.49 કરોડની ટેક્સચોરી પકડાઈ છે. કુલ 1305 વાહનોમાં આખા દેશમાં સિરામિક પ્રોડક્ટ મોકલવામાં આવતી હતી. અમદાવાદમાં કાચી ચિઠ્ઠીથી વેપાર થતા હતા.મોરબીની મોબાઇલ સ્ક્વોડે સામખિયાળીથી ખાતે મોરબીથી રવાના થયેલી ટ્રક રોકી વાહનોની ચકાસણી કરી હતી. જે શંકાસ્પદ જણાતા જે પેઢીએ વાહનો રવાના કર્યા હતા તે રોકવામાં આવ્યા હતા. અવિનાશભાઈ લક્ષ્મણભાઈ માકાસણા પોતાનું વાહન છોડાવવા માટે ગયા હતા.

જેની પૂછપરછમાં બોગસ પેઢીનું બિલ કિશન અઘારા, ધવલ ફૂલતરિયા, ધ્રુવ વારનેશિયાના નામ ખુલ્યા હતા.જેની પૂછપરછ કરવામાં આવી હતી. તેઓના મોબાઈલની ફોરેન્સિક તપાસ કરતા તેમના મોબાઈલના ડેટામાંથી ગુજરાત અને ગુજરાત બહાર જે માલ મોકલવામાં આવ્યો હતો. તેની બધી વિગતો ખૂલી હતી. જેનો અભ્યાસ કરતા જણાવ મળ્યું કે, ચારેય આરોપીએ 1305 વાહનોમાં સિરામિક ટાઈલ્સનો માલ ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ તથા બીજા રાજ્યમાં તથા ગુજરાતમાં બિન હિસાબી રીતે મોકલ્યો છે. ટેક્સચોરીની કિંમત રૂ.7.18 કરોડની થાય છે.

જ્યારે અમદાવાદની ટેક્સચોરી પણ મોબાઈલ સ્ક્વોડના ચેકિંગ દરમિયાન પકડાઈ છે. સુરત ખાતે મોબાઈલ સ્ક્વોડની ટીમે તાનસેન પાન મસાલા અને તમાકુ ભરેલા ત્રણ વાહનો ચકાસણી માટે અટકાવ્યા હતા. જેના બિલ રજૂ થયા નહોતા. તેથી તપાસ કરતા સમગ્ર પેઢીનું સંચાલન અમદાવાદથી થતું હોવાનું ધ્યાને આવ્યું હતું પ્રાથમિક ચકાસણીમાં મે.નાકોડા એન્ડ કંપનીએ રૂ.15.31 કરોડની ટેક્સચોરી કરી હોવાનું ખુલ્યું હતું. વધુ તપાસ માટે અનંત જિનેશકુમાર શાહની ધરપકડ કરાઈ હતી.

ગુટખા બનાવતી કંપની પર ઈન્કમટેક્સના દરોડા
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુટખા બનાવતી કંપની પર આવકવેરાની પ્રથમ વખત તવાઈ ઉતરી છે. ગાંધીધામમાં આર.બી.ઈન્ડસ્ટ્રીઝ અને એસ.કે.નિર્યાતી નામની કંપની પર સોમવારે રાજકોટ ઈન્કમટેક્સ ઈન્વેસ્ટિગેશન વિંગની ટીમે દરોડા પાડ્યા હતા. મુંબઈમાં તપાસ ચાલુ હતી અને તેનું કનેક્શન ગાંધીધામ સુધી નીકળતા આ તપાસ કરવામાં આવી હતી. સોમવારે શરૂ થયેલી તપાસ આખી રાત ચાલુ રહી હતી.ઈન્કમટેક્સની પ્રાથમિક તપાસમાં કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. જે કબજે લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો