તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ:લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો અને ધોરણ 8 પાસ બોગસ ડોક્ટર કોઠારીયા સોલ્વન્ટ પાસેથી ઝડપાયો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોગસ ડોક્ટર નીપુ કુમોદરંજન મલીક - Divya Bhaskar
બોગસ ડોક્ટર નીપુ કુમોદરંજન મલીક
  • કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો
  • પોલીસે 10 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે રાજકોટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો વધુ એક બોગસ ડોક્ટર કોઠારીયા સોલ્વન્ટ પાસેથી ઝડપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે ધોરણ 8 પાસ બોગસ ડોક્ટરને ઝડપી પાડીને 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે બોગસ ડોક્ટરનો પર્દાફાશ કર્યો
રાજકોટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે કોઠારીયા સોલ્વન્ટમાં શીતળાધાર 25 વારીયા મેઈન રોડ ઉપર હનુમાનજીના મંદિર નજીક ક્લીનક ચલાવતો નીપુ કુમોદરંજન મલીક (ઉં.43)ને ઝડપી પાડ્યો હતો. ધોરણ 8 પાસ નીપુ કુમોદરંજન મલીક કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતો હતો. પોલીસે આરોપી નીપુ મલીકને ઝડપી પાડી જુદા-જુદા સાધનો, દવાઓ, ઈન્જેક્શન અને ગ્લુકોઝના બાટલા સહિત કુલ 10 હજાર 257 રૂપિયાનો મુદ્દમાલ કબ્જે કર્યો છે અને બોગસ ડોક્ટરનો પર્દાફાશ કર્યો છે. ઉલ્લેખનિય છે કે ગત શનિવારે જ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે લોઠડા-ભાયાસર રોડ પરથી બોગસ ડોક્ટર અનીષભાઈ અસરફભાઈ લીંગડીયા (ઉં.વ.30)ને ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે.