તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકાસ્પદ મોત:ઉપેલટાના સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં લાશ મળી, હત્યા થઈ કે કેમ? પોલીસે તપાસ હાથ ધરી

ઉપલેટા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટમોર્ટમ બાદ બોડીને મૃતકના પરિવારજનોને સોંપવામાં આવી

ગઈ કાલે બપોરના સમયે ઉપલેટા મોજ નદીના કાંઠે આવેલા સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં કોઈ લાશ પડી હોવાનું સમાચાર વહેતા થયા હતા. જેને પગલે ઉપલેટા પોલીસને જાણ થતાં પી.આઈ. કે.કે. જાડેજાએ પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લાશનું નિરિક્ષણ કરતા મૃત્યુ કંઈ રીતે થયું તે અંગે તપાસ કરવા લાશને પોસ્ટમાર્ટમ માટે ઉપલેટા કોટેજ હોસ્પીટલ ખાતે મોકલી આપેલી હતી.

આ બનાવની જાણ ડી.વાઈ.એસ.પી. સાગર બાગમારને થતાં તેઓ પણ ઘટનાસ્થળે ગયા હતા. અને તપાસ અગે માર્ગદર્શન આપેલ હતું. ત્યાર બાદ તપાસ કરતા આ લાશ ઉપલેટા બસ સ્ટેન્ડ ચોક સામે દલિત વાસમાં રહેતા બટુકભાઈ મેપાભાઈ વીંજુડા (ઉ.વ. 65) વાળાની હોવાનું જાણવા મળતા તેમના સબંધીઓનો સંપર્ક કરી બોડી તેઓને સોંપેલ હતું. આ બનાવ ખૂનનો છે કે કેમ તે શંકાસ્પદ હોય પોલીસ પોસ્ટમાર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોસ્ટ માર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત શું છે તે જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...