તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્યમય મોત:રાજકોટના રેલવે સ્ટેશનના પટાંગણામાં સાઇન બોર્ડ પર યુવકની લટકતી લાશ મળી, આપઘાતની શંકા

રાજકોટ18 દિવસ પહેલા
ફાયર વિભાગે યુવાનની લાશ નીચે ઉતારી.
  • મૃતક યુવાન ઉત્તરપ્રદેશનો હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું

રાજકોટના રેલવે જંક્શન ખાતે રેલવેના પટાંગણમાં રેલવેના સાઇન બોર્ડ પર લટકતી હાલતમાં પરપ્રાંતીય યુવકની લાશ મળી આવી છે. લાશ મળતાની સાથે રેલવે પોલીસે મૃતક યુવકને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં યુવકે આત્મહત્યા કરી હોવાની શંકા સેવવામાં આવી રહી છે. પોલીસે યુવકની લાશ ઉતારવા માટે ફાયર વિભાગની મદદ લીધી હતી. ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી યુવકની લાશને નીચે ઉતારી હતી.

યુવક ઉત્તર પ્રદેશનો હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલ્યું
પ્રાપ્ત વિગત મુજબ આજે સવારના સમયે રેલવે સાઇન બોર્ડ પર વૃક્ષ અને બોર્ડ વચ્ચે લટકતી યુવકની લાશ જોવા મળતા સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતાની સાથે GRP સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને પરપ્રાંતીય યુવકની લાશને નીચે ઉતારવા રાજકોટ મનપાના ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. બાદમાં યુવકના ખિસ્સામાંથી તેનું આધારકાર્ડ મળી આવ્યું હતું. જેમાં તે ઉત્તરપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાઈનબોર્ડની વચ્ચે લાશ ટીંગાતી હતી.
સાઈનબોર્ડની વચ્ચે લાશ ટીંગાતી હતી.

પોલીસે રેલવે સ્ટેશનના CCTV તપાસવા કામગીરી હાથ ધરી
આ સાથે રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ બીજી તરફ તેની સાથે અન્ય કોઇ વ્યક્તિ હતા કે તે એકલો હતો. તેમજ ક્યાં સમયે આત્મહત્યા કરી છે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસ દ્વારા રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ તપાસવા સહિત કામગીરી હાથ ધરી છે.

ફાયર વિભાગે લાશને નીચે ઉતારી.
ફાયર વિભાગે લાશને નીચે ઉતારી.

રાજકોટમાં ઘરકંકાસમાં સગર્ભાએ એસિડ પી જિંદગી ટૂંકાવી
10 દિવસ પહેલા રાજકોટના ભીચરી અમરગઢ ગામે રહેતી જીવુબેન સોલંકીએ એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પતિ વસંતે કહ્યું હતું કે ઘરમાં ક્લેશ થતાં પત્નીએ આ પગલું ભર્યું હતું. બીજી તરફ, જીવુબેનનાં ભાઇ-ભાભીએ આક્ષેપ કર્યો હતો કે, પતિનો ત્રાસ હતો, એસિડ પીવડાવી દેવામાં આવ્યું છે. કરુણતા એ છે કે મોતને ભેટેલી જીવુબેનના પેટમાં બે સંતાન ઊછરી રહ્યાં હતાં, તેનાં પણ મોત નીપજ્યાં હતા. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.