દિવ્યાંગોને બોર્ડની પરીક્ષાની ફી માફ:વિદ્યાર્થિનીઓ, દિવ્યાંગોને બોર્ડની પરીક્ષાની ફી માફ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.10ની પરીક્ષા ફી રૂ. 355 નક્કી કરાઇ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-2023માં ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ અને કોમર્સની પરીક્ષા લેવાનાર છે ત્યારે તાજેતરમાં જ શિક્ષણ બોર્ડે ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાનું ઓનલાઈન શરૂ કરી દીધું છે. આ ઉપરાંત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ અને કોમર્સની બોર્ડની પરીક્ષાની ફી પણ જાહેર કરી દીધી છે.

જેમાં ધો.10ની નિયમિત વિદ્યાર્થીની ફી રૂ. 355, ધો. 12 સાયન્સના નિયમિત વિદ્યાર્થીની ફી રૂ.605 અને ધો.12 કોમર્સના નિયમિત વિદ્યાર્થીની ફી રૂ. 490 જાહેર કરી છે. આ ઉપરાંત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગોને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપી છે. શિક્ષણ બોર્ડે વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગોની ફી માફી કરી હોવાનો પરિપત્ર પણ કરી દીધો છે. શિક્ષણ બોર્ડ દ્વારા જે સમય મર્યાદામાં બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અવધિ આપી હશે તે જ સમય દરમિયાન વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોએ ફોર્મ ભરવાના રહેશે. લેટ ફીનો સમાવેશ થતો નથી. પ્રાયોગિક પરીક્ષાની વિષય દીઠ ફી રૂ.10 રહેશે.

નિયમિત વિદ્યાર્થી માટે ધો. 10ની બોર્ડની પરીક્ષાની ફી રૂ. 355 છે, ધો. 12 સાયન્સની રૂ. 605 અને કોમર્સની 490 નક્કી કરાઇ છે. આ ઉપરાંત એક વિષયમાં રિપિટર વિદ્યાર્થી માટે ધો. 10ની રૂ. 130, ધો. 12 સાયન્સની 180 અને કોમર્સની 140 રાખી છે. બે વિષયમાં રિપિટર વિદ્યાર્થી માટે ધો. 10ની ફી 185, ધો. 12 સાયન્સની 300 અને કોમર્સની 220 રખાઇ છે. તાજેતરમાં જ શિક્ષણ બોર્ડે ધો. 12 સાયન્સના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે. જે 9 ડિસેમ્બર સુધી શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઇન ભરી શકાશે. હજુ ધો. 10 અને ધો. 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ શિક્ષણ બોર્ડે જાહેર કરી નથી પરંતુ આગામી દિવસોમાં જાહેર કરાશે. બોર્ડે માત્ર નિયમિત વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી નક્કી કરી છે જ્યારે પરીક્ષા આપનાર વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગોને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપી છે.

અન્ય સમાચારો પણ છે...