• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • BM Due To Firecrackers In Lati Plot On Diwali Night. A Terrible Fire Broke Out In Trading, The Fire Was Brought Under Control Early In The Morning

રાજકોટમાં 24 કલાકમાં આગના 88 બનાવ:દિવાળીની રાત્રે ફટાકડાના કારણે લાતી પ્‍લોટના બી.એમ. ટ્રેડીંગમાં ભયંકર આગ, વહેલી સવારે આગ કાબૂમાં આવી

રાજકોટએક મહિનો પહેલા

દિવાળીની રાતે ફટાકડાને કારણે આગ લાગવાના 88 જેટલા બનાવો શહેરભરમાં બનતાં ફાયર બ્રિગેડની ગાડીઓના સાયરન સતત ગુંજ્‍યા હતાં. ફાયર બ્રિગેડ તંત્રએ અગાઉથી જ દિવાળીની રાતે લાગતી આગના બનાવોને ધ્‍યાને રાખી અલગ અલગ વિસ્‍તાર મુજબ મીની ફાયર સ્‍ટેશન ઉભા કરી રાખ્‍યા હતાં.

સવારે આગ કાબૂમાં આવી
લાતી પ્‍લોટ-7 માં આવેલા બી.એમ. ટ્રેડીંગ કોર્પોરેશન તથા બી ફોર બોમ્‍બે કોર્પોરેશનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડના પાંચથી વધુ બંબા દોડી ગયા હતાં. હાર્ડવેરનો મોટો સામન આ સ્‍થળે રાખયો હોઇ આગ વિશાળ રૂપ પકડી ચુકી હોઇ વધારાના બંબા બોલાવવા પડયા હતાં. આઠ કલાકની જહેમત બાદ સવારે આગ કાબૂમાં આવી હતી. આ બંને સ્‍થળે માલિક હાસુદીન ભારમલ અને શબ્‍બીરભાઇ હાજર હતાં. આગથી મોટી નુકસાની થયાનું જણાવાયું હતું.

આઠ કલાકની જહેમત બાદ સવારે આગ કાબૂમાં આવી
આઠ કલાકની જહેમત બાદ સવારે આગ કાબૂમાં આવી

કારમાં આગ લાગી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર સંજય વાટીકામા, નાના મવા રોડ સંકેત હોસ્‍પિટલ પાસે વંડામાં, એરપોર્ટ ફાટક પાસે દેરાસર સામે વંડામાં, ગિરીરાજ હોસ્‍પિટલ પાસે વંડામાં, પ્રેમ મંદિર પાછળ પીડબલ્‍યુડીના વંડામાં, ધરમનગરમાં કચરાના ઢગલામાં, અક્ષરનગરમાં મંદિર પાસે એપાર્ટમેન્‍ટમાં, મયુરનગરમાં બગીચા પાસે કચરાના ઢગલામાં, હરીપર પાટીયે મોટલ ધી વિલેજ પાસે કારમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે બુઝાવી હતી.

ફાયર બ્રિગેડ સતત દોડતુ રહ્યું
આ ઉપરાંત રાજમોતી મીલ ડેલામાં, કેન્‍દ્રીય વિદ્યાલય પાસે કચરામાં, બાલાજી હોલ પાસે વંડામાં, ડ્રાઇવ ઇન સિનેમા પાસે વંડામાં, આર. કે. નગર, જુની જેલ પાસે, ગોંડલ રોડ પરીન ફર્નિચરના વંડામાં, કટારીયા ચોકડી અર્જુન પાર્ટી પ્‍લોટના વંડામાં, સાધુ વાસવાણી રોડ પર વંડા-કચરાઓમાં આગ લાગતાં ફાયર બ્રિગેડ સતત દોડતુ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...