તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ક્રાઇસ્ટમાંથી લોહીથી લથબથ લાશ સ્મશાને પહોંચતા હોબાળો

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પરિવારજનોનો લાશ સંભાળવાનો ઇનકાર
 • તબીબોએ સમજાવતા મામલો થાળે પડ્યો

અમરેલી પંથકના પ્રૌઢનું રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં મોત નીપજ્યું હતું અને હોસ્પિટલથી મૃતદેહ સ્મશાને પહોંચ્યો ત્યારે બોડીને કવર કરાયેલા કવરમાં લોહીના ખાબોચિયાં જોવા મળતાં મૃતકના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને હોસ્પિટલ સ્ટાફની લાપરવાહી સામે સવાલો ઉઠાવતા હોબાળો મચી ગયો હતો.

કોરોનાની ગાઇડલાઇન મુજબ મૃતકની બોડીને ખાસ કવરમાં પેક કરીને એમ્બ્યુલન્સ મારફત એંસી ફૂટ રોડ પરના સ્મશાને લઇ જવામાં આવી હતી. બોડી એમ્બ્યુલન્સમાંથી ઉતારવામાં આવી ત્યારે તે દૃશ્ય જોઇને મૃતકના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. મૃતકના કાન અને નાકમાંથી લોહી વહેતું હતું અને પીપીઇ કિટ લોહીથી લથબથ હતી. કોરોનાથી મૃત્યુ થયું હોય તો લોહી કેવી રીતે નીકળ્યું? તેવો સવાલ કરી પ્રૌઢનું મોત કોરોનાથી નહીં પરંતુ અન્ય કોઇ કારણથી થયાની શંકા વ્યક્ત કરી લાશ સંભાળવાનો પરિવારજનોએ ઇનકાર કરી દીધો હતો.

આક્ષેપો અને લાશ સંભાળવાના ઇનકારની જાણ થતાં ભક્તિનગર પોલીસ કાફલો સ્મશાને દોડી ગયો હતો, પોલીસે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં આ અંગેની જાણ કરતાં તબીબોની ટીમ પણ ત્યાં પહોંચી હતી, હોસ્પિટલ સ્ટાફે કહ્યું હતું કે, દર્દીના શરીર પર લગાવાયેલી નીડલ્સ કાઢ્યા બાદ તે સ્પોટ પર ટેપ (પટ્ટી) મારવામાં નહીં આવ્યાથી કાન અને નાકમાંથી રક્તસ્ત્રાવ થયો હોઇ શકે, તબીબોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને મૃતકની અંતિમવિધિ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો