રક્તની અછત:રાજકોટની બ્લડ બેંકમાં બ્લડ ક્રાઈસીસ,તહેવારો બાદ પ્રિ-પ્લાન્ડ સર્જરીઓ શરૂ થવાથી વધેલો ઉપાડ, ડેન્ગ્યુના કેસોમાં વધારો અને રક્તદાનમાં ઘટાડો કારણભૂત

રાજકોટ16 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે લોકોને રક્તદાન કરવા અપીલ કરી

કોરોનાની પહેલી અને બીજી લહેર તથા ઉનાળા વખતે થઈ પડી હતી એવી બ્લડ ક્રાઈસીસ રાજકોટમાં હાલ ફરી ઉભી થઈ છે. બ્લડબેંકોના સંચાલકો અને તબીબોના મતે રક્તદાનની પ્રવૃત્તિમાં હજુ પણ સાલતી ઘટ ઉપરાંત તાજેતરમાં ડેન્ગ્યુના કેસોમાં થયેલા વધારાના પગલે શહેરમાં રક્તની અછત સર્જાય છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

હાલ 100-150નો સ્ટોક માંડ જાળવી શકાય છે
પી.ડી.યુ. મેડિકલ કોલેજ ખાતેની સરકારી બ્લડબેંકમાં અગાઉના વર્ષોમાં એક સમયે 700થી 800 બ્લડ બેગનો સ્ટોક રહેતો તેની સામે છેલલા દસે'ક દિવસથી સ્થિતિ એવી છે કે, રોજ 100-150નો સ્ટોક માંડ જાળવી શકાય છે. આ અંગે સિવિલ સંકુલની બ્લડબેંકના ઈન્ચાર્જ ડૉ.રોહિત ભાલારાએ જણાવ્યું હતું કે, 30 જેટલા થેલેસેમિક પેશન્ટ સહિત 50 આસપાસના રોજીંદા ઉપાડ સામે પંદરે'ક દિવસથી એ, બી, એબી અને ઓ પોઝિટીવ એમ તમામ ગુ્રપના પોઝિટીવ બ્લડની શોર્ટેજ રહે છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

મારી લોકોને અપીલ છે કે સૌ રક્તદાન કરે
આ મુદ્દે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે,તહેવારો પછી પુન શરૂ થતી સર્જરી, પિડિયાટ્રીક એન્ટીનેટલ અને પ્રેગનન્સીના કેસોને પ્રાયોરિટી આપવા રિઝર્વ રાખવો પડતો સ્ટોક માંડ મેઈન્ટેઈન થાય છે.ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત બ્લડબેંકોમાં પણ આવી જ સ્થિતિ છે કેમ કે, સિવિલનો લોડ ત્યાં ડાયવર્ટ થવા લાગ્યો છે અને રક્તદાન શિબિરો હજુ વધી નથી. તેથી મારી લોકોને અપીલ છે કે સૌ રક્તદાન કરે

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા

બ્લડ ડોનેશન કેમ્પ રાખવા દેતા હજુ ખચકાટ
રાજકોટમાં ટ્રસ્ટ સંચાલિત બ્લડબેંકોના મેડિકલ ઓફિસરોએ કહ્યું કે, ડેન્ગ્યુના ઘણાં કેસોમાં પેશન્ટને પ્લેટલેટ્સ ચડાવવા પડતા હોવાથી પ્રાયવેટ હોસ્પિટલોમાંથી તેની ડિમાન્ડ છેલ્લા થોડા દિવસોમાં વધી હતી. કોરોના કહેર પછી પ્રાયવેટ કંપનીઓ તેમને ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવા દેતા હજુ ખચકાટ અનુભવે છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

રક્તદાન શિબિરો રાખવા પર કોઈ પાબંદી રહી નથી
અલબત્ત, હવે રક્તદાન શિબિરો રાખવા પર કોઈ પાબંદી રહી નથી અને સ્વૈચ્છિક સંસ્થાઓ કોરોનાલક્ષી સાવચેતી સાથે થાડા ઘણાં કેમ્પો કરાવવા પણ મંડી છે. પરંતુ હજુ કોલેજો શરૂ નથી થઈ એટલે ત્યાંથી આવ શકતો નોંધપાત્ર સપ્લાય હજુ નથી મળતો. પંદરે'ક દિવસ પછી શિયાળામાં રક્તદાન શિબિરો વધે ત્યારે આ ક્રાઈસીસનો અંત આવશે, હાલ બ્લડ ડોનર્સ સ્વેચ્છિક રક્તદાન માટે આગળ આવે તે જરૂરી છે.