• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Blindfolded At A Political Rally, The Police Registered A Crime Against Those Who Went To Disperse Ganesh Without Permission

પોલીસે કાયદો બતાવ્યો:રાજકીય મેળાવડામાં આંખ મીંચતી પોલીસે મંજૂરી વગર ગણેશ વિસર્જન કરવા ગયેલા સામે ગુનો નોંધ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામનાથપરા નદીમાં અને થોરાળામાં મંજૂરી વિના ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલાઓને પોલીસે કાયદો બતાવ્યો

કોરોનાની ગાઇડલાઇનના નામે નિર્દોષ શહેરીજનો પર કાયદાનો દંડો ઉગામીને ગુના દાખલ કરી તેમજ કરોડો રૂપિયાનો દંડ વસૂલનાર પોલીસ રાજકીય મેળાવડા વખતે આંખ મીચી લે છે. આવું જ વધુ એક કૃત્ય પોલીસે કર્યું હતું. રામનાથપરા નદીમાં ગણપતિની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો તેમજ કનકનગરમાં મંજૂરી વગર શેરીમાં ગણપતિની મૂર્તિનું સ્થાપન કરનાર સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી.

આજીનદીના કાંઠે ભવાનીનગરમાં રહેતા ચંદ્રેશભાઇ બાબુભાઇ કેશરાણી (ઉ.વ.47)એ તેમના ઘરે ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કર્યું હતું અને તા.16ના કેશરાણી પરિવાર રામનાથ મંદિર પાસે નદીમાં મૂર્તિનું વિસર્જન કરવા ગયો હતો. રામનાથ નદીમાં મૂર્તિ વિસર્જનને મંજૂરી ન હોય અને કેશરાણી પરિવાર ત્યાં વિસર્જન કરી રહ્યું છે તેવી માહિતી મળતાં એ.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી અને મૂર્તિ વિસર્જન અટકાવ્યું હતું એટલું જ નહી પોલીસે ફરિયાદી બની ચંદ્રેશભાઇ કેશરાણી સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો હતો.

આવો જ બીજો કિસ્સો ઉપલાકાંઠા વિસ્તારના કનકનગરમાં બન્યો હતો. સંતકબીર રોડ પરના કનકનગરમાં રહેતા રાહુલ રમેશભાઇ બળેલિયા (ઉ.વ.29)એ કનકનગર બગીચા પાસે પોતાના મકાનવાળી શેરીમાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કર્યું હતું અને શેરીના તેમજ આસપાસના લોકો આસ્થા સાથે ગણેશમહોત્સવમાં ભાગ લઇ ઉપરોક્ત સ્થળે ગણપતિજીની મૂર્તિએ શિશ જુકાવતા હતા, રાહુલ બળેલીયાએ ગણપતિ સ્થાપન અંગે મંજુરી નહી લીધાનું ધ્યાને આવતા થોરાળા પોલીસ ત્યાં દોડી ગઇ હતી અને ગણેશોત્સવનું આયોજન કરનાર રાહુલ બળેલીયા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસની આ કામગીરીનો વિસ્તારના લોકોમાં રોષ ભભુક્યો હતો અને રાજકિય મેળાવડામાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ થાયછે ત્યારે પોલીસ કેમ કોઇ કાર્યવાહી કરતી નથી તેવા સવાલો લોકોમાં ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...