તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડની શંકા:નેક પાછળ 50 લાખનું આંધણ કર્યું છતાં B ગ્રેડ મળ્યો, ખર્ચને બહાલી આપવા ઇનકાર

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી કેમ્પસમાંથી જ માટી ખોદી બાંધકામમાં વાપરી નાખી
  • અધિકારીને ઠપકો આપવા મુદ્દે ડો.કાલરિયા અને ડો. ભીમાણી બાખડ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરુવારે મળેલી નવી સિન્ડિકેટની પ્રથમ બેઠકમાં જ શૈક્ષણિક અને વહીવટી એજન્ડાને બદલે માત્ર ઝઘડવાનો અને આક્ષેપ કરવાનો જ એજન્ડા કેન્દ્ર સ્થાને રહ્યો હોય તેમ મૂળ મુદ્દાની ચર્ચા કરવાને બદલે મોટાભાગનો સમય ઝઘડો કરવામાં વ્યતિત થયો હતો. નેક ઇન્સ્પેક્શન દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરેલા 50 લાખથી વધુના ખર્ચને બહાલી આપવા માટે કેટલાક સિન્ડિકેટ સભ્યોએ ઇનકાર કરી દીધો હતો.

નેક પાછળ 50 લાખથી વધુનો ખર્ચ થયો છતાં ‘બી’ ગ્રેડ આવ્યો હવે સિન્ડિકેટ સભ્યો ડો. ધરમ કાંબલિયા અને હરદેવસિંહે વિરોધ વ્યક્ત કરીને બહાલી આપવાથી ઇનકાર કરી દેતા માથાકૂટ થઇ હતી. નેક દરમિયાન આડેધડ કામગીરી કરી લાખોના બિલ મૂકી દેવાયા હોવાની પણ ચર્ચા થઇ હતી.કુલપતિના અધ્યક્ષ સ્થાને મળેલી નવી સિન્ડિકેટની પહેલી બેઠકમાં જ તાજેતરમાં જ નિયુક્ત કરેલા કરારી ઈજનેર દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાંથી જ માટી લઈને યુનિવર્સિટીના જ બાંધકામમાં વાપરી અને ઉપરથી કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 20 લાખનું બિલ મુકાયાનો પણ આક્ષેપ કરાયો હતો.

યુનિવર્સિટીમાં ઈજનેરની ભરતી સમયે બે ઈજનેરની ભરતી કરવાની હતી પરંતુ માત્ર એક જ ઈજનેરની કેમ ભરતી કરી તે બાબતે પણ સિન્ડિકેટ સભ્યો અને સત્તાધીશો વચ્ચે માથાકૂટ થઇ હતી. યુનિવર્સિટીના અધિકારીને ઠપકો આપવા મુદ્દે ડો.રાજેશ કાલરિયા અને ડો. ગિરીશ ભીમાણી વચ્ચે પણ બોલાચાલી થઇ હતી. તાજેતરમાં જ ડો. ભીમાણીએ એકેડેમિક ઓફિસરને કામ બાબતે ઠપકો આપ્યા બાદ કાનાબારે પ્રમોશન લેવાથી ઇનકાર કરી દીધો હોવાની વાત વચ્ચે સિન્ડિકેટમાં એકેડેમિક ઓફિસરને પ્રમોશન આપવા મુદ્દે ગૂંચવાયા હતા.

એટીકેટીના વિદ્યાર્થીઓને 5માં સેમ.માં પ્રવેશ માટે સમિતિ રચી
1થી 4 સેમેસ્ટરમાં એટીકેટી હોય તે વિદ્યાર્થીને પાંચમાં સેમેસ્ટરમાં પ્રવેશ ન મળી શકે તેવા નિર્ણય સામે અનેક રજૂઆતો આવ્યા બાદ સિન્ડિકેટની મિટિંગમાં આ અંગે નિર્ણય લેવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં ચાર જેટલા સિન્ડિકેટ સભ્ય નિયુક્ત કરાયા છે.

એકેડેમિક કાઉન્સિલમાં નિમણૂક
સિન્ડિકેટમાં જેમ સરકાર દ્વારા ચાર સભ્ય નિયુક્ત થયા એવી જ રીતે એકેડેમિક કાઉન્સિલમાં પણ બે સભ્ય સિન્ડિકેટમાંથી લેવાના હોય છે. ગુરુવારે મળેલી મિટિંગમાં સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લ અને વિમલ પરમારને સિન્ડિકેટમાંથી એકેડેમિક કાઉન્સિલ માટે નિમાયા હતા.

અન્ય સમાચારો પણ છે...