વિરોધ:યુપીમાં ખેડૂતોના મોત મામલે રાજકોટમાં કોંગ્રેસે કાળી પટ્ટી ધારણ કરી પ્રિયંકા ગાંધી જિંદાબાદ, હાય રે ભાજપ હાયના સુત્રોચ્ચાર કર્યા, 10ની અટકાયત

રાજકોટ14 દિવસ પહેલા
10 કાર્યકરોની અટકાયત કરવામાં આવી.
  • ઉત્તરપ્રદેશના ગૃહ રાજ્ય મંત્રી રાજીનામું આપેના સુત્રોચ્ચાર પણ કર્યા

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં 3 ઓક્ટોબરના રોજ કૃષિ બિલના વિરોધમાં વિરોધ કરી રહેલા ખેડૂતો પર ભાજપ નેતાના પુત્રએ કાર ચડાવી દેતા 4 ખેડૂત સહિત 8ના મોત નીપજ્યા હતા. જેના દેશભરમાં પડઘા પડ્યા છે. બાદમાં પીડિત પરિવારને મળવા માટે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી જતા તેની અટકાયત કરવામાં આવી હતી. જેના વિરોધમાં આજે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. અનુસૂચિત જાતિ મોરચાના મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થઇ પ્રિયંકા ગાંધી જિંદાબાદ, હાય રે ભાજપ હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા. આથી પોલીસે 10 કાર્યકરની અટકાત કરી છે.

યુપીના મુખ્યમંત્રી વિરોધ પણ સુત્રોચ્ચાર
કોંગ્રેસના કાર્યકરોએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ પણ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ આક્ષેપ કર્યો હતો કે, લોકશાહીની હત્યા કરવામાં આવી છે. મામલો ઉગ્ર બને તે પહેલા પોલીસે અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન નરેશ સાગઠિયા સહિત 10ની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગઇ છે. આ પહેલા પણ રાજકોટ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા.
સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા.

ગોંડલમાં કોંગ્રેસ મીણબત્તી પ્રગટાવી ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી
ગઇકાલે સાંજે ગોંડલ શહેરના કોલેજ ચોક ખાતે કોંગ્રેસે ઉત્તરપ્રદેશમાં ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર દ્વારા 4 ખેડૂતોને રહેંસી નાખવાની ઘટનાને વખોડી કાઢી હતી. તેમજ તાકીદે આરોપીઓને ઝડપી કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી. મૃતક ખેડૂતોની આત્માને શાંતિ મળે તે માટે ગાંધીબાપુની પ્રતિમા પાસે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ.
કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ.
અન્ય સમાચારો પણ છે...