તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરમ કરો:રાજકોટમાં SNK સ્કૂલે ફી ન ભરી તે વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ શરુ ન કર્યા, બી.કે. જસાણી કોલેજે 300 સ્ટુડન્ટસને ફી ભરવા નોટીસ ફટકારી

રાજકોટ3 મહિનો પહેલા
SNK સ્કૂલની ફાઈલ તસ્વીર
  • જસાણી કોલેજ દ્વારા ફી નહિ ભરનાર વિદ્યાર્થીઓને NOC આપવાની ધમકી આપવામાં આવી
  • P&B સ્કૂલની એડવાન્સ ફી માંગણી મુદ્દે વાલીઓની કલેક્ટરને રજુઆત

રાજકોટ શહેરમાં વધુ એક ખાનગી શાળાએ ફી મામલે વાલીઓ સાથે દાદાગીરી કરતા હોવાનું સામે આવ્યું છે. શહેરની નામાંકિત એસ.એન.કે. સ્કૂલે ફી ન ભરી તે વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ શરુ ન કરતા વાલીઓમાં ભારે નારાજગી વ્યાપી છે. શાળાએ એક સાથે એડવાન્સ ફી રૂપિયા 30,000ની ઉઘરાણી શરુ કરતા મામલો ગરમાયો હતો અને તેને લીધે સોમવારે સવારે વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા હતા. બીજી તરફ બી.કે. જસાણી કોલેજે 300 વિદ્યાર્થીઓને ફી ભરવા નોટિસ ફટકારતા વિરોધ દર્શાવ્યો હતો.

વિદ્યાર્થીઓને અન્ય શાળામાં સ્થળાંતર કરવાની ગર્ભિત ધમકી
કોરોનાકાળમાં મસમોટી ફી લેતી આ ખાનગી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ જગજાહેર પરિપત્રમાં ધોરણ 7થી 9ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ 14મી જૂન એટલે કે સોમવારથી શરુ થયા. 13 જૂન સુધીમાં જેઓએ ત્રણ માસની ફી ન ભરી તેમના ક્લાસ બંધ કરી દેવાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ફી માફી ઈચ્છતા વાલીઓને તેમના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં સ્થળાંતર કરવાની ગર્ભિત ધમકી પણ આપી છે.

ફી માટે દબાણ લાવીને જાત જાતની મુશ્કેલીઓ ઉભી કરે છે
શાળા દ્વારા મોકલવામાં આવેલ પરિપત્રમાં જ્યાં સુધી FRC કોઈ નિર્ણય નહીં લે, ત્યાં સુધી તે ફી જ લેવામાં આવશે ચુકાદો આવી જશે પછી, તે મુજબ ફીની રકમનું એડ્જસ્ટમેન્ટ કરવામાં આવશે. તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 14 જૂનથી શરૂ થતા વર્ગો માટેની ફી ચૂકવણીની અંતિમ તારીખ રવિવાર 13 જૂન સવારે 11:00 વાગ્યા સુધી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરની સ્વનિર્ભર શાળાઓ કોરોનાકાળ પૂરો થતા વાલીઓ ઉપર ફી માટે દબાણ લાવીને જાત જાતની મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે અને વાલીઓને ઘરે નોટિસો પણ મોકલવામાં આવી રહી છે.

વિદ્યાર્થીને આચાર્યે ઓફિસમાં પ્રવેશબંધી ફરમાવી
વિદ્યાર્થીને આચાર્યે ઓફિસમાં પ્રવેશબંધી ફરમાવી

બી.કે.જસાણી કોલેજ ખાતે વિધાર્થીઓનો વિરોધ
આ ઉપરાંત રાજકોટની બી.કે. જસાણી કોલેજ ખાતે લોકડાઉનમાં કોલેજ બંધ હોવા છતાં કોમ્પ્યુટર ક્લાસની ફી ભરવા નોટિસ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 300 જેટલા વિદ્યાર્થીઓને ફી ભરવા નોટિસ અપાતા વિદ્યાર્થીઓનો રોષ સામે આવ્યો છે. આ અંગે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમે કોમ્પ્યુટરનો ઉપયોગ જ નથી કર્યો તો અમે ફી કેમ ભરી? આ મુદ્દે કોલેજના આચાર્યને ફી માફી અંગે રજુઆત કરવા જતાં વિદ્યાર્થીને આચાર્યે ઓફિસમાં પ્રવેશબંધી ફરમાવી હતી. હાલ જસાણી કોલેજ દ્વારા ફી નહિ ભરનાર વિદ્યાર્થીઓને NOC આપવાની

P&B સ્કૂલની એડવાન્સ ફી માંગણી મુદ્દે વાલીઓની કલેક્ટરને રજુઆત કરવા પહોંચ્યા
P&B સ્કૂલની એડવાન્સ ફી માંગણી મુદ્દે વાલીઓની કલેક્ટરને રજુઆત કરવા પહોંચ્યા

P&B સ્કૂલની એડવાન્સ ફી માંગણી મુદ્દે વાલીઓની કલેક્ટરને રજુઆત
આ જ રીતે રાજકોટના રેલનગરમાં આવેલી P&B સ્કૂલની એડવાન્સ ફી માંગણી મુદ્દે વાલીઓની કલેક્ટરને રજુઆત કરવા પહોંચ્યા હતા. વાલીઓએ આ મુદ્દે જણાવ્યું હતું કે, હાલ બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલે છે. નેટનો ખર્ચો અમે ઉપાડીએ, ઓનલાઇન શિક્ષક સરખું સમજાવે નહીં તો એ કામ પણ અમારે કરવું પડે છે. ઉપરથી સ્કૂલ અમને એડવાન્સમાં ફી ભરવાની વાત કરે છે. અને જો ફી ન ભરી તો શાળા દ્વારા આગલા વર્ષનું પરિણામ અટકાવી ફી દેવાનું દબાણ કરવામાં આવે છે, માટે અમે આજે કલેકટરને રજુઆત કરવા પહોચ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...